ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલાના યુક્રેનના દાવાનો રશિયાએ કર્યો ઇનકાર

15 February, 2025 03:15 PM IST  |  Kyiv | Gujarati Mid-day Correspondent

સંદર્ભમાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે યુક્રેનના એ દાવાનું ખંડન કર્યું હતું કે રશિયાએ ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

રશિયાએ યુક્રેનના ચેર્નોબિલના ન્યુક્લિયર રીઍક્ટર પ્લાન્ટ પર હુમલાના દાવાને ફગાવી દીધો છે. આ સંદર્ભમાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે યુક્રેનના એ દાવાનું ખંડન કર્યું હતું કે રશિયાએ ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો છે.

યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ પહેલાં પણ રશિયાના હુમલાનો દાવો કર્યો હતો. તેમનું કહેવું હતું કે રશિયાએ જ ચેર્નોબિલ રીઍક્ટર પર ડ્રોનથી હુમલો કર્યો હતો.

russia ukraine international news news world news