બની ગઈ કોરોના વૅક્સીન, રશિયાએ કર્યો વૅક્સીનનો સફળ હ્યૂમન ટ્રાયલ

14 July, 2020 06:30 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

બની ગઈ કોરોના વૅક્સીન, રશિયાએ કર્યો વૅક્સીનનો સફળ હ્યૂમન ટ્રાયલ

કોરોનાની વેક્સીન બનાવવામાં રશિયાની મળી સફળતા

કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે આખા વિશ્વમાં વેક્સીન નિર્માણનું કામ પૂરજોશમાં ચાલે છે. કોરોના વિરુદ્ધ સોથી વધારે વેક્સીનના નિર્માણ કે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હવે રશિયન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે કોરોનાની વેક્સીનનું હ્યૂમન ટ્રાયલ પણ પૂરું કરી લીધો છે.

ઇન્સ્ટીટ્યૂટ ફૉર ટ્રાન્સલેશનલ મેડિસિન એન્ડ બાયોટેક્નોલૉજીના નિદેશક વાદિમ તરાસોવ પ્રમાણે આ દવાની પહેલી હ્યૂમન ટ્રાયલ સેચનોવ ફર્સ્ટ મૉસ્કો સ્ટેટ મેડિકલ યૂનિવર્સિટીમાં સફળતાપૂર્વક પૂરું કરી લીધું છે. જણાવીએ કે આ વિશ્વની સૌથી પહેલી કોરોના વાયરસ વેક્સીન હશે જે માણસો પર ટ્રાયલ પછી સફળ માનવામાં આવ્યું. વાદિમ પ્રમાણે જિન વૉલંટિયર્સ પર આનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું, તેમના આખા સમૂહને 20 જુલાઇ બુધવારે રજા આપી દેવામાં આવશે.

વૈજ્ઞાનિક ગેન્સબર્ગે પહેલાં જ ખુલાસો કર્યો હતો કે તેમણે અન્ય સંશોધકો સાથે મળીને પહેલા આ ટ્રાય પોતાના પર ટીકો લગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જણાવવાનું કે વિશ્વવિદ્યાલયે 18 જૂને રશિયાના ગેમલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલૉજી એન્ડ માઇક્રોબાયોલૉજી દ્વારા નિર્મિત ટીકાનું ક્લિનિકલ ટ્રાલ શરૂ કર્યું હતું જેનું સફળ પરીક્ષણ પૂરું કરી દેવામાં આવ્યું છે.

આ ફેઝના ટ્રાયલનો મુખ્ય ઉદ્દેશ્ય
સેચનોવ યૂનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ પેરાસિટોલૉજી, ટ્રોપિકલ એન્ડ વેક્ટર-બૉર્ન ડિઝીઝના નિદેશક એલેક્ઝેન્ડર લુકાશેવ પ્રમાણે, અધ્યયનના આ ફેઝનો મુખ્ય ઉદ્દેશ બતો માનવ સ્વાસ્થ્ય પર આ વેક્સિનની કોઇ આડઅસર નથી થતી ને, જેમાં ટીમને સફળતા મળી છે.

international news russia coronavirus covid19