રશિયાએ બનાવી વિશ્વની પહેલી કોવિડ-19 વેક્સિન 12 ઑગસ્ટના થશે રજિસ્ટર

07 August, 2020 08:36 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

રશિયાએ બનાવી વિશ્વની પહેલી કોવિડ-19 વેક્સિન 12 ઑગસ્ટના થશે રજિસ્ટર

પ્રતીકાત્મક તસવીર

રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કહ્યું છે કે રશિયાની વેક્સિન ટ્રાયલમાં સફળ રહી છે અને હવે ઑક્ટોબર મહિનાથી દેશમાં મોટા પાયે લોકોના ટીકાકરણનું કામ શરૂ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે વેક્સિન માટેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. તો ઉપસ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદનેવે કહ્યું કે રશિયા 12 ઑગસ્ટના વિશ્વની પહેલી કોરોના વાયરસ વેક્સિનનું રજિસ્ટ્રેશન કરાવશે.

ગ્રિદનેવે ઉફા શહેરમાં કહ્યું કે, "આ સમયે વેક્સિન પોતાના ત્રીજા ફેઝમાં છે. આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ તો એ મહત્વનું  છે કે વેક્સિન સુરક્ષિત રહે. મેડિકલ પ્રૉફેશનલ અને વરિષ્ઠ નાગરિકોને સૌથી પહેલા કોરોના વાયરસની વેક્સિન આપવામાં આવશે." મંત્રીએ કહ્યું કે આ વેક્સિનની પ્રભાવશીલતા ત્યારે આંકવામાં આવે જ્યારે દેશની જનસંખ્યામાં રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ જશે.

વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા રહી સફળ
આ પહેલા રશિયાએ કહ્યું હતું કે તેની કોરોના વાયરસ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. આ વેક્સિન રશિયાના રક્ષા મંત્રાલય અને ગમલેયા નેશનલ સેન્ટર ફૉર રિસર્ચે બનાવી છે. રશિયાએ કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલમાં જે લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી, તે બધાંમાં SARS-CoV-2ની સામે રોગપ્રતિકારક ક્ષમતા જોવા મળી છે.

આ ટ્રાયલ 42 દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું અને તે સમયે વૉલિંટિયર્સ (વૈજ્ઞાનિક સંશોધકો)ને માસ્કોના બુરદેકો સૈન્ય હૉસ્પિટલમાં કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ લોકો સોમવારે ફરી હૉસ્પિટલ આવ્યા અને તેમની તપાસ કરવામાં આવી. આ દરમિયાન બધાંમાં કોરોના વાયરસ સામે લડવા માટની રોગ પ્રતિકારક ક્ષમતા વધી છે. આ ટેસ્ટના પરિણામ પછી સરકારે રશિયન વેક્સિનના વખાણ કર્યા છે.

coronavirus covid19 russia international news