રેમડેસિવીર માટે WHOએ કર્યો મોટો ખુલાસો, કહ્યું આ...

16 October, 2020 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રેમડેસિવીર માટે WHOએ કર્યો મોટો ખુલાસો, કહ્યું આ...

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization-WHO)એ અમેરિકી દવા કંપની ગિલિએડ સાયંસની રેમડેસિવીર (Remdesivir) દવાની અસરને લઈને મોટો ખુલાસો કર્યો છે.

હાલમાં વિશ્વભરમાં કોવિડ-19 પૉઝિટિવ દરદીઓને તબીબી સારવામાં આ દવા આપવામાં આવે છે. ભારતમાં પણ આ રેમડેસિવરીનો વપરાશ ડૉક્ટરો કરી રહ્યા છે. તાજેતરમાં કોવિડ-19 પૉઝિટિવ થયેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની સારવાર માટે પણ રેમડેસિવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

WHOના કહેવા પ્રમાણે, સોલિડ્રોરિટી ટ્રાયલમાં રેમડેસિવીર કોવિડ-19 પૉઝિટિવ દરદીઓ પર ખુબ જ ઓછી અસરકારક છે. આ દરદીઓના સંક્રમણના વખતે પણ ક્યારેક મદદરૂપ થઈ નથી. તેવી જ રીતે ગંભીર રોગીઓનો જીવ બચાવવામાં પણ આ દવા અસરકારક સાબિત નથી થઈ, એમ પણ વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું.

રેમડેસિવીરને એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવી છે કે, તે વાયરસને રેપ્લિકેશનના સ્ટેજ પર જ રોકી દે છે. આ એ સ્ટેજ હોય છે જ્યારે વાયરસ શરીરમાં પોતાની કોપીઝ બનાવવાનું શરૂ કરી દે છે. આ કોપીઝ ફરી પોતાની કોપિઝ બનાવે છે અને ધીમે ધીમે સંક્રમણ વધારે છે.

world health organization donald trump coronavirus covid19