આ દેશમાં જાઓ તો ભૂલથી પણ માસ્ક ન કાઢતા, નહીંતર...

24 October, 2020 09:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ દેશમાં જાઓ તો ભૂલથી પણ માસ્ક ન કાઢતા, નહીંતર...

પ્રતીકાત્મક તસવીર

કોરોનાનો કહેર વિશ્વમાં યથાવત્ છે. કોવિડ-19ના કેસમાં સતત વધારો થતો હોવાથી અમૂક દેશોમાં લોકડાઉનનો બીજો તબક્કો આવી શકે છે. કોરોના મહામારી બાદના ‘ન્યૂ નોર્મલ’માં લોકોને ઢાળવા માટે અનેક દેશો કડક નિયમો અમલમાં લાવી રહ્યા છે.

માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેવા નિયમોનું લોકો ચુસ્તપણે પાલન કરે એ માટે સખ્ત કાયદો પણ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે ઈથિયોપિયામાં આવો જ એક સખ્ત કાયદો લાગૂ કરવામાં આવ્યો છે.

આ દેશમાં માસ્ક ન પહેરનારા લોકોને બે વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ઈથિયોપિયામાં કોરોના સંક્રમણને રોકવાને લઈને એપ્રીલમાં ઈમર્જન્સી પણ લાગૂ કરવામાં આવી હતી. જે સપ્ટેમ્બરમાં હટાવી લેવામાં આવી. એવામાં લોકો બેદરકારી દાખવતા જોવા પણ મળ્યા. આ કારણે જ અહીં સંક્રમણથી બચવા માટે જરૂરી સાવચેતીના પગલાંનું સખ્તાઈથી પાલન કરાવવા માટે સખ્ત કાયદો લાગૂ કરવામાં આવ્યો છે.

અહીં કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને સાવચેતી નથી રાખી રહ્યો અને તેનાથી સંક્રમણ ફેલાયું તો તેને જેલની સજા થઈ શકે છે. અહીં કોરોના સંક્રમણથી બચવા માટે જે સાવચેતીના પગલાં જાહેર કરવામાં આવ્યા છે તેમાં એક-બીજા સાથે હાથ મેળવવા, જાહેર સ્થળોએ માસ્ક નહી પહેરવા, એક ટેબલ પર ત્રણથી વધારે લોકો બેસવા અને બે લોકો વચ્ચે 6 ફુટ જેટલું અંતર નહી રાખવા પર દંડાત્મક જોગવાઈ કરવામાં આવી છે.

international news coronavirus covid19