મંદીની હતાશા પુરુષોને લગ્નેતર સંબંધો તરફ દોરી જાય છે

17 October, 2011 06:43 PM IST  | 

મંદીની હતાશા પુરુષોને લગ્નેતર સંબંધો તરફ દોરી જાય છે



કપરા સંજોગોમાં પુરુષો તેમના જનીનો વધુમાં વધુ ફેલાવવાની સૈકાઓ જૂની મનોવૃત્તિ તરફ ઢળી જાય છે. અત્યારની આર્થિક પરિસ્થિતિ પુરુષોની બેવફા બનવાની શક્યતાને વધારી રહી છે. આ અભ્યાસના મુખ્ય સંશોધક તથા સાયકોલૉજિસ્ટ ઓમ્રી ગિલ્લથે કહ્યું હતું કે ‘પુરુષો કપરા સંજોગોમાં વધુ મહિલાઓ સાથે સંવનન માટે પ્રેરાય છે. જ્યારે આર્થિક સ્થિતિ સાનુકૂળ હોય ત્યારે પુરુષો તેમનાં સંતાનોના ભવિષ્યમાં રોકાણ કરે છે અને પ્રવર્તમાન જીવનસાથી સાથેનો નાતો જાળવી રાખે છે, પરંતુ તેમની આર્થિક સ્થિતિ કથળે ત્યારે તેઓ ટૂંકા ગાળાના લગ્નેતર સંબંધો બાંધવા પ્રેરાય છે.’

કૅન્સાસ યુનિવર્સિટીના સંશોધકોએ તારવ્યું હતું કે જે લોકોને પોતાના મૃત્યુ વિશેના વિચારો આવતા હોય તેઓ વધુમાં વધુ જાતીય સંબંધો બાંધવા માટે પ્રેરાય છે.

પુરુષોની સાયકોલૉજી સમજાવતાં મનોચિકિત્સક ઓમ્રી ગિલ્લથે કહ્યું હતું કે ‘જ્યારે પુરુષો એવું માનવા લાગે કે તેમનું ટૂંક સમયમાં મૃત્યુ થઈ શકે છે ત્યારે તેઓ ટૂંકા ગાળામાં વધુમાં વધુ જાતીય સંબંધો બાંધીને પ્રજોત્પત્તિ માટે પ્રેરાય છે.