હેં! દુબઈમાં કાલે પડ્યો જોરદાર વરસાદ

01 December, 2012 06:33 AM IST  | 

હેં! દુબઈમાં કાલે પડ્યો જોરદાર વરસાદ




ગુરુવારે સાંજથી શરૂ થયેલો વરસાદ બાદમાં શુક્રવારે એટલો જોરદાર પડ્યો હતો કે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદ બાદ સવારે દુબઈ-શારજાહ રોડ પર કલાકો સુધી ટ્રાફિક જૅમ સર્જાયો હતો.

સ્થાનિક હવામાન વિભાગે આવનારા ૪૯ કલાકમાં તાપમાનમાં ૧૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થશે એવી આગાહી કરી હતી. હવામાન વિભાગે શનિવાર પણ વરસાદ પડવાની આગાહી કરી હતી. ગઈ કાલે થયેલા વરસાદને કારણે દુબઈનું તાપમાન ઘટીને ૨૬ ડિગ્રી સેલ્સિયસ થયું હતું. દુબઈ-શારજાહ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાતમાં અનેક જગ્યાએ પણ વરસાદ નોંધાયો હતો.