પાકિસ્તાનના રેલ મંત્રીએ કરી ભારત અને પાકિસ્તાનના યુદ્ધની ભવિષ્યવાણી

28 August, 2019 07:21 PM IST  |  ઈસ્લામાબાદ

પાકિસ્તાનના રેલ મંત્રીએ કરી ભારત અને પાકિસ્તાનના યુદ્ધની ભવિષ્યવાણી

પાકિસ્તાનના રેલ મંત્રીએ કરી ભારત અને પાકિસ્તાનના યુદ્ધની ભવિષ્યવાણી

જમ્મૂ કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ આવ્યો છે. અને પાકિસ્તાન બોખલાયેલું છે. આ જ તણાવમાં તે ભારત સાથે જંગ શરૂ કરવાનો માહોલ બનાવી રહ્યું છે. અને આ વચ્ચે પાકિસ્તાનના રેલ મંત્રી રાશિદ અહમદનું બેતુકુ નિવેદન સામે આવ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે ભારત-પાકિસ્તાનના યુદ્ધની ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે આરપાની જંગ ઓક્ટોબર કે તેના પછીના મહિનામાં થવાની સંભાવના છે.

કેમ આવું કરે છે પાકિસ્તાન?
આ હરકતથી પાકિસ્તાનનો ઈરાદો બંને દેશો વચ્ચે યુદ્ધનો માહોલ બનાવીને આંતરરાષ્ટ્રીય બિરાદરીનું ધ્યાન કશ્મીર પર કેંદ્રિત કરવા માંગે છે. જેથી બીજા દેશો ભારત-પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતાનો માર્ગ શોધી શકે. ત્યાં સુધી કે પાકિસ્તાને પોતાના તમામ વિદેશી દૂતાવાસોમાં એક કશ્મીર ડેસ્કની પણ રચના કરી છે. જેથી જમ્મૂ કશ્મીર પર ભારતના નિર્ણયની સામે તે પોતાનો રાગ આલાપી શકે.

સુરક્ષા એજન્સીઓ પ્રમાણે, પીઓકેમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને પાકિસ્તાનની એસએસજી કમાંડો ફોર્સનું સમર્થન મળી રહ્યું છે. પાકિસ્તાની સેના જૈશના આતંકીઓનો ઉપયોગ કરીને કશ્મીરમાં મોટા વિસ્ફોટને અંજામ આપવા માંગે છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે પાકિસ્તાન કશ્મીરમાં અસ્થિરતા ફેલાવવાની ફિરાકમાં છે.

જોવા જાઈએ તો પાકિસ્તાનના સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાનના એસએસજી કમાંડો ફોર્સની હાજરી ભારતના શકને વધારી રહી છે. જેને લઈને ભારતીય સેના અને વાયુસેના પણ અલર્ટ પર છે.

વિદેશમાં થઈ ચુકી છે આ મંત્રીની પિટાઈ
આજે જે પાકિસ્તાનના મંત્રી આવું બેકાર નિવેદન આપી રહ્યા છે તે હાલમાં જ બ્રિટેનમાં હતા, જ્યાં તેમના પર ઈંડા ફેંકવામાં આવ્યા. સાથે જ લોકોએ તેમને ઘૂંસા પણ માર્યા. આ ખબર ખુદ પાકિસ્તાનના મીડિયામાં આવી હતી.

જણાવી દઈએ કે, આ બધું તેમની સાથે એટલે થયું, કારણ કે તેઓ પોતાના પ્રવાસના પહેલા દિવસે લંડનમાં એક પુરસ્કાર સમારોહમાં ગયા હતા. આ દરમિયાન તેમણે ત્યાંથી નીકળીને સિગાર પીવાનું યોગ્ય માન્યું. જો કે લોકોએ તેમને આ રીતે જોઈ લીધા અને બાદમાં તેમની પિટાઈ કરવામાં આવી.

pakistan