પેરિસમાં પ્રચંડ ધમાકાથી લોકો ગભરાયા પણ કારણ હતું આ...

30 September, 2020 06:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પેરિસમાં પ્રચંડ ધમાકાથી લોકો ગભરાયા પણ કારણ હતું આ...

ફાઈલ તસવીર

બુધવારે ફ્રાંસની રાજધાની પેરિસમાં એક પ્રચંડ ધમાકાનો અવાજ સંભળાયો હતો જેથી ત્યાંના નાગરિકો ગભરાયા હતા.

માત્ર પેરિસ જ નહીં પણ તેની આસપાસના વિસ્તારમાં પણ લોકોએ આ પ્રચંડ વિસ્ફોટનો અવાજ સાંભળતા બધાને ધ્રુજારી થઈ હતી. આ ધમાકાના અવાજના કારણે લોકો ભયભીત થઇ ગયા હતા, બધાને તો એમજ હતું કે કોઇ બોમ્બ વિસ્ફોટ થયો છે અથવા તો ક્યાંક વિસ્ફોટ થયો છે. હજુ તો લેબનાની રાજધાની બૈરુતમાં થયેલા વિસ્ફોટની ઘટના હજી લોકો ભૂલ્યા નથી જેના કારણે લોકોમાં આવો ભય થાય તે સ્વાભાવિક છે.

વિસ્ફોટના કારણે લોકોએ તરત ઇમરજન્સી સર્વિસને ફોન પણ કર્યા. તો કેટલાક લોકોએ કહ્યું કે વિસ્ફોટના કારણે તેમના ઘર પણ હલ્યા. જો કે ત્યારબાદ પોલીસે સ્પષ્ટતા કરી કે આ અવાજ કોઇ બોમ્બ વિસ્ફોટનો નહોતો પરંતુ એક ફાઇટર જેટ વિમાનનો હતો. આ વિમાને સાઉન્ડ બેરિયર તોડ્યું જેના કારણે આ અવાજ ઉત્પન્ન થયો હતો. પોલીસે આ વિશે ટ્વિટ કરીને પણ જણાવ્યું કે, પેરિસ અને તેની આસપાસના વિસ્તારમાં પ્રચંડ ધમાકો સંભળાયો છે. આ કોઇ ધમાકો નહોતો પરંતુ એક ફાઇટર જેટનો અવાજ હતો જેણે સાઉન્ડ બેરિયર તોડ્યું હતું.

સાઉન્ડ બેરિયર થવા તો સોનિક બેરિયરનો સંબંધ અવાજની ઝડપ સાથે છે. સાઉન્ડ બેરિયર તોડવાનો અર્થ થાય છે કે અવાજની ગતિ જેટલી ઝડપે પહોંચવું કે તેનાથી પણ વધારે ઝડપ પ્રાપ્ત કરવી. સામાન્ય સંજોગોમાં અવાજની ઝડપ 1234 કિમી પ્રતિ કલાકની હોય છે.

paris international news