બેલ્જિયમમાં મન્કીપૉક્સ વાઇરસના દરદીઓ માટે ક્વૉરન્ટીન ફરજિયાત

24 May, 2022 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં મન્કીપૉક્સના ત્રણ કેસ નોંધાયા બાદ બેલ્જિયમના આરોગ્ય અધિકારીઓએ આ વાઇરલ રોગના પેશન્ટો માટે ત્રણ અઠવાડિયાંનું સેલ્ફ-આઇસોલેશન ફરજિયાત કર્યું હતું. 

બેલ્જિયમમાં મન્કીપૉક્સ વાઇરસના દરદીઓ માટે ક્વૉરન્ટીન ફરજિયાત

ઍન્ટવર્પ ઃ (આઇએએનએસ) વિશ્વના ૧૪ જેટલા દેશોએ મન્કીપૉક્સના વાઇરલ રોગની પુષ્ટિ કરતાં તેમ જ ડૉક્ટરોએ બ્રિટનમાં રોગમાં નોંધપાત્ર વધારાની ચેતવણી આપતાં મન્કીપૉક્સના રોગી માટે ૨૧ દિવસનું ક્વૉરન્ટીન ફરજિયાત બનાવનાર બેલ્જિયમ પ્રથમ દેશ બન્યો હોવાનું મીડિયાના અહેવાલોમાં જણાવાયું છે. દેશમાં મન્કીપૉક્સના ત્રણ કેસ નોંધાયા બાદ બેલ્જિયમના આરોગ્ય અધિકારીઓએ આ વાઇરલ રોગના પેશન્ટો માટે ત્રણ અઠવાડિયાંનું સેલ્ફ-આઇસોલેશન ફરજિયાત કર્યું હતું. 
શુક્રવારે નોંધાયેલા વાઇરલ ચેપના કેસ ઍન્ટવર્પના તહેવાર સાથે જોડાયેલા હતા.  ડૉક્ટરોએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે બ્રિટનમાં વાઇરલ રોગના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે તથા એનો પ્રસાર રોકવાનાં સરકાર દ્વારા લેવાયેલાં પગલાં નિર્ણાયક છે. બ્રિટનમાં વધુ ૧૧ વ્યક્તિઓને ચેપ લાગતાં વાઇરસથી ઇન્ફેક્ટેડ લોકોની સંખ્યા ૨૦ થઈ છે, યુરોપમાં મન્કીપૉક્સના વધુ ૧૦૦ કેસ નોંધાયા છે. પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના ટ્રોપિકલ વિસ્તારોમાં થતો વાઇરલ ઇન્ફેક્શનનો આ દુર્લભ રોગ ચેપગ્રસ્ત વ્યક્તિના નિકટના સંપર્કથી પણ થઈ શકે છે. સામાન્પણે ચેપ સાધારણ હોય છે તથા પેશન્ટ થોડાં જ અઠવાડિયાંમાં સારવાર વિના પણ સ્વસ્થ થઈ જાય છે.     

world news belgium