સ્પૅનિશ વડા પ્રધાનને યુવકે મુક્કો મારી દીધો

18 December, 2015 05:36 AM IST  | 

સ્પૅનિશ વડા પ્રધાનને યુવકે મુક્કો મારી દીધો



સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી પૉપ્યુલર પાર્ટીના સૂત્રે જણાવ્યું હતું કે ૬૦ વર્ષના સ્પૅનિશ કન્ઝર્વેટિવ નેતા પૉન્ટેવેદ્રા શહેરમાં તેમની ઝુંબેશના આખરી તબક્કામાં રસ્તા પર ચાલી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

પોલીસના સૂત્રે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ૧૭ વર્ષના આ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના વિડિયોમાં કાળું જૅકેટ પહેરેલા ક્રૂ-કટ વાળવાળા આ યુવકે વડા પ્રધાનને ચહેરાની ડાબી બાજુએ મુક્કો માર્યો હતો અને તેને વડા પ્રધાનના સલામતી ગાર્ડ્સે  જમીન પર પછાડી દીધો હતો.