ડોનલ્ડ ટ્રમ્પને પસંદ છે હોમ બટન અને મોટી સ્ક્રીન વાળો iPhone..

27 October, 2019 02:54 PM IST  |  મુંબઈ

ડોનલ્ડ ટ્રમ્પને પસંદ છે હોમ બટન અને મોટી સ્ક્રીન વાળો iPhone..

ડોનલ્ડ ટ્રમ્પ

એપલે ગયા મહિને પોતાના નવા iPhoneની સીરીઝને લૉન્ચ કરી છે. આ સીરીઝમાં પાછલી તમામ સીરીઝના મુકાબલામાં અપગ્રેડેડ ફીચર્સ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 2017માં લૉન્ચ થયેલા iPhone એક્સ બાદ કંપનીએ પોતાના ડિવાઈસમાંથી હોમ બટનને હટાવી દીધું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ટ ટ્રમ્પે કહ્યું કે તેઓ નવા આઈફોન્સમાંથી હોમ બટન હટવાથી ખુશ નથી. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે તેણે એપલના સીઈઓ ટિમ કુકને ફોન કરીને કહ્યું છે જૂના iPhoneના હોમ બટન કઈ રીતે સારા હતા. ટ્રંપે કુકને કહ્યું કે એવું સંભવ છે કે નવા iPhoneમાં હોમ બટન હોય, જેથી તેઓ પોતાના જૂના ફોનને અપગ્રેડ કરી શકે.


iPhoneનું હોમ બટન 2017 પહેલાના તમામ મૉડેલ માટે એક ટ્રેડમાર્ક સમાન હતું. કંપનીના પૂર્વ સીઈઓ સ્ટીવ જૉબ્સને જ્યારે 2007માં iPhone લૉન્ચ કર્યા હતા, ત્યારથી લઈને અત્યાર સુધી લૉન્ચ થયેલા તમામ મૉડેલ્સમાં હોમ બટન આપવામાં આવ્યું છે. કંપનીએ 2017માં લૉન્ચ થયેલા iPhone એક્સમાં તેને હટાવીને સ્વાઈપ કંટ્રોલ આપ્યું હતું. ગયા વર્ષે લૉન્ચ થયેલા તમામ ફોનમાં હોમ બટન નહોતું આપવામાં આવ્યું. તો, આ વર્ષે લૉન્ચ થયેલા iPhone 11માં સીરિઝમાં પણ સ્વાઈપ કંટ્રોલ આપવામાં આવ્યું છે.


અમેરિકાના રાષ્ટ્રપતિએ એક બાદ એક ત્રણ ટ્વીટ્સ કર્યા જેમાં તેણમે iPhoneના હોમ બટન માટે સૂચનો આપ્યા છે. ટ્રમ્પે કંપનીના સીઈઓ ટિમ કુકને કહ્યું કે iPhoneનું બટન સ્વાઈપ કરતા સારું છે. ટ્રમ્પે પોતાના પહેલા ટ્વીટમાં લખ્યું કે મને વિશ્વાર નથી થઈ રહ્યો કે એપલ મોટી સ્ક્રીન વાળો iPhone લઈને નથી આવ્યું. સેમસંગ આ કારણે તેમનો બિઝનેસ ચોરી રહી છે. ટ્રમ્પે પોતાના આ ટ્વીટમાં કંપનીના પૂર્વ સીઈઓ સ્ટીવ જૉબ્સનો પણ ઉલ્લેખ કર્યો છે.


આગળના ટ્વીટમાં ટ્રમ્પે આઈફોન ટીમને ટેગ કરીને સૂચન આપ્યું કે સારું થશે જો તમે જલ્દી મોટી સ્ક્રીન વાળો આઈફોન લાવો. જેથી તમારો બિઝનેસ ખરાબ ન થાય.

આ સિવાય ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે બની શકે છે કે એપલ મારાથી નારાજ થયા અને મોટી સ્ક્રીન વાળો iPhone લૉન્ચ કરે. હું સાંભળવા માંગું છું કે તેઓ મોટી સ્ક્રીન વાળો iPhone લૉન્ચ કરવાના છે અને હું આ જલ્દી જ સાંભળવા માંગું છું.

donald trump apple iphone