અમેરિકાને પછાડી બ્રિટન બન્યું વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર

19 November, 2012 07:21 AM IST  | 

અમેરિકાને પછાડી બ્રિટન બન્યું વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર

સર્વેનાં તારણો પ્રમાણે અત્યારે અન્ય કોઈ પણ દેશ કરતાં બ્રિટનની યોજનાઓની વિશ્વ પર સૌથી વધુ હકારાત્મક અસર થાય છે.

બ્રિટનના ‘મોનોકલ’ નામના મૅગેઝિન દ્વારા કરવામાં આવેલા ‘ગ્લોબલ સૉફ્ટ પાવર’ નામના સર્વેમાં સરકારનું ધોરણ, રાજદ્વારી માળખું, સાંસ્કૃતિક આદાનપ્રદાન, શિક્ષણની ક્ષમતા, બિઝનેસ માટેનું વાતાવરણ જેવા માપદંડોના આધારે વિશ્વના સૌથી વગદાર દેશોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદીમાં બ્રિટન સૌથી ટોચ પર છે. યાદીમાં બ્રિટન પછીના ક્રમે અમેરિકા, જર્મની, ફ્રાન્સ અને સ્વીડનનો સમાવેશ છે.