સામાન્ય મહિલાઓની સરખામણીએ પોર્નસ્ટાર્સ વધુ સ્વસ્થ્ય હોય છે

28 November, 2012 08:58 AM IST  | 

સામાન્ય મહિલાઓની સરખામણીએ પોર્નસ્ટાર્સ વધુ સ્વસ્થ્ય હોય છે



શિપન્સબર્ગ યૂનિવર્સિટી, ટેક્સાસ વુમન યૂનિવર્સિટી અને એડલ્ટ ઈન્ડસ્ટ્રી મેડિકલ હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં અનેક રસપ્રદ વાતો જાણવા મળી હતી. સંશોધનના તારણો અનુંસાર મહિલા પોર્નસ્ટારની જીંદગી ઘણી મજબુતી ભરેલી હોય છે. તેવી જ રીતે તેમનું આધ્યાત્મિક સ્તર પણ સામાન્ય મહિલાઓ કરતા ઘણું ઉંચુ હોય છે અને તે જીવન પ્રત્યે સકારાત્મક વિચારધારા ધરાવતી હોય છે. સામાન્ય મહિલાની સરખામણીએ મહિલા પોર્નસ્ટારના અનેક સેક્સ પાર્ટનર પણ હોય છે અને શારીરીક રીતે ઘણી સંતુષ્ઠ પણ. એક અહેવાલ પ્રમાણે પોર્નસ્ટાર્સમાં 70 ટકા મહિલાઓ શારીરીક રીતે સંતુષ્ઠ હોય છે જ્યારે સામાન્ય મહિલાઓમાં આ આંકડો 33 ટકા હોય છે.

અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું છે કે પોર્નસ્ટાર અન્ય મહિલાઓની સરખામણીએ વધારે સ્વસ્થ્ય હોય છે. પોર્નસ્ટારના સ્વાસ્થ્ય પાછળનું એક કારણ તેમનામાં રહેલી તાકાત અને યોગ્ય ઉંઘ લેતી હોવાનું છે.

જોકે પોર્ન ઈન્ડસ્ટ્રીને લઈને કેટલીક વિપરીત બાબતો પણ છે. જેમ કે પોર્નસ્ટાર્સના સ્વાસ્થ્ય પાછળ પોર્ન ઈન્ડસ્ટ્રીનું કેટલું યોગદાન છે તે બાબત શંકાસ્પદ છે. તેવી જ રીતે પોર્નસ્ટાર્સની ખરાબ માનસિક સ્થિતિના કેટલાક કિસ્સાઓ પણ સમયાંતરે બહાર આવતા રહ્યાં છે. પોર્ન ઈન્ડસ્ટ્રીનો દારૂ, ડ્રગ્સ અને ક્રાઈમ સાથે જુનો અને ઉંડાણપૂર્વકનો સંબંધ પણ રહેલો છે.