રિહાના અને ગ્રેટા થનબર્ગ ખેડૂત આંદોલનના નામે ખોટા લોકોને ટેકો આપે છે

07 February, 2021 01:16 PM IST  |  Washingto | Gujarati Mid-day Correspondent

રિહાના અને ગ્રેટા થનબર્ગ ખેડૂત આંદોલનના નામે ખોટા લોકોને ટેકો આપે છે

પૉપસ્ટાર રિહાના, ગ્રેટા થનબર્ગ

ભારતના ખેડૂત આંદોલન બાબતે ઇન્ટર નેશનલ પોપ સ્ટાર રિહાનાએ ટ્વિટર પર પોસ્ટ લખીને ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા સાઇટ્સ પર જબ્બર ઉહાપોહ મચાવ્યો છે, ત્યારે વૉલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર સદાનંદ ધુમેએ આંતર રાષ્ટ્રીય સ્તરની સેલેબ્રિટિઝ ખેડૂત આંદોલનને નામે અયોગ્ય લોકોને સમર્થન આપતા હોવાનું જણાવ્યું હતું. વૉશિંગ્ટનમાં રહેતા મૂળ ભારતીય પત્રકાર સદાનંદ ધુમેએ જણાવ્યું હતું કે ‘‘પોપ આઈકન રિહાના, ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થન્બર્ગ અને અમેરિકાનાં ઉપ પ્રમુખ કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસ ભારતના ખેડૂત આંદોલનકારોને સમર્થન આપીને અયોગ્ય પગલું લઈ રહ્યા છે. ટ્વિટર પર ૧૦ કરોડ ફોલોઅર્સ ધરાવતી રિહાનાએ બીજી ફેબ્રુઆરીએ ખેડૂત આંદોલનના સ્થળો પર ઇન્ટરનેટ બ્લૉકેજની ટીકા કરતાં લખેલી પોસ્ટને ૭ લાખ લાઇક્સ મળી હતી.

international news