લોકો કોરોના વિશે ચર્ચા કરશે તો પોલીસ ધરપકડ કરશે

03 April, 2020 02:45 PM IST  |  Mumbai Desk

લોકો કોરોના વિશે ચર્ચા કરશે તો પોલીસ ધરપકડ કરશે

દુનિયાભરમાં કોરોના વાઇરસથી બચવા વધુ ને વધુ જાગૃતિ ફેલાવવા માહિતી આપવામાં આવી રહી છે, પરંતુ મધ્ય એશિયાના દેશ તુર્કમેનિસ્તાને પોતાને ત્યાં ‘કોરોના વાઇરસ’ 

શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તુર્કમેનિસ્તાનની સ્વતંત્ર ન્યુઝ એજન્સી ‘તુર્કમેનિસ્તાન ક્રોનિકલ’ના અહેવાલ અનુસાર સરકાર તરફથી મીડિયા, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી ઑફિસોને કહેવામાં આવ્યું છે કે ‘કોરોના વાયરસ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘કોરોના વાઇરસ’ શબ્દની જગ્યાએ ‘બીમારી’ કે ‘શ્વાસની બીમારી’ જેવા શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે. યુરોપિયન ન્યુઝ એજન્સી ‘રેડિયો ફ્રી યુરોપ’ના અહેવાલ અનુસાર તુર્કમેનિસ્તાનની રાજધાની અશબગતમાં જે લોકો રોડ પર કોરોના વાઇરસ વિશે વાતચીત કરશે કે ચહેરા પર માસ્ક પહેરશે તેમની પોલીસ ધરપકડ કરી શકે છે. અહેવાલ અનુસાર પોલીસ અધિકારીઓ રોડ પર સાદાં કપડાંમાં ફરી રહ્યા છે અને તપાસ કરી રહ્યા છે કે કોણ કોરોના વાઇરસને લઈને વાતચીત કરે છે.

international news coronavirus covid19