26/11ના હુમલાનું દર્દ અમે હજી ભુલ્યા નથી : સાર્ક સંમેલનમાં મોદી

26 November, 2014 07:13 AM IST  | 

26/11ના હુમલાનું દર્દ અમે હજી ભુલ્યા નથી : સાર્ક સંમેલનમાં મોદી



કાઠમંડૂ : તા, 26 નવેમ્બર

બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે પોતાના અભિભાષણમાં કાશ્મીરનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું પરંતુ સાર્ક સંમેલનમાં ચીનને શામેલ કરવાની હિમાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે નેપાળમાં યોજાયેલા સાર્ક સમેલ્લનમાં બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. આ સમ્મેલનમાં આ તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં વ્યાપાર, વિકાસ અને આતંકવાદ જેવા મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા હતાં. તેમણે પ્રત્યક્ષ રીતે તો નહીં પરંતુ અપરોક્ષ રીતે પાકિસ્તાનની ટીપ્પણી કરી હતી. તેમને 26/11નો હુમલો અને ત્રાસવાદનો ખાતમો બોલાવવાના સોગંધનો ઉલ્લેખ કરી ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. વર્ષ 2008માં મુંબઈમાં થયેલા ત્રાસવાદી હુમલાની છઠ્ઠી વરષીએ મોદીએ કહ્યું હતું કે અમને 26/11ની પીડા હજી પણ યાદ છે. આ હુમલો ક્યારેય ન ભુલી શકાય તેવું દર્દ છે. તેમણે સાર્ક દેશોને સાથે મળી ત્રાસવાદનો ખાતમો બોલાવવાના સોગંધ લેવાની પણ હિમાયત કરી હતી.

મોદીએ પોતાના ભાષણમાં વિકાસ અને વ્યાપાર પર ભાર આપતા કહ્યું હતું કે સાર્ક સંમેલ્લન માટે હું નેપાળને અભિનંદન ભાઠવું છું. આ મારૂ પહેલુ સાર્ક સંમેલન છે. હું કાઠમંડૂ આવીને ખુશ છું. જે ભારતની હું કામના કરૂં છું, ઈચ્છું છું કે દક્ષિણ એશિયાના તમામ દેશોનું ભવિષ્ય પણ એવું જ હોય. મને મારી ક્ષમતાઓ પર વિશ્વાસ છે. મેં 6 મહિનામાં દુનિયાના અનેક ક્ષેત્રોનો પ્રવાસ ખેડ્યો છે. જેમાં નવી એકતાના ઉદયના દર્શન થાય છે. હરકોઈને ઈચ્છા હોય છે કે તેને એક સારો પાડોશી મળે. આપણે એક-બીજા પાસેથી ઘણું બધું શીખી શકીએ છીએ. દક્ષિણ એશિયાને સૌથી વધારે સામુહિક પ્રયત્નોની જરૂર છે. આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે. તેવી જ રીતે સાથે મળીને રેલવે, રોડ અને વિજળી ક્ષેત્રે કાર્ય કરવાની જરૂરીયાત છે. આ ક્ષેત્રમાં વિકાસ ખુબ જ ધીમી ગતિએ થઈ રહ્યો છે. સાર્ક દેશો વચ્ચે 10 ટકા વ્યાપાર છે જેને વધારવાની જરૂર છે.

વડાપ્રધાને આગળ કહ્યું હતું કે ભારતે બાંગ્લાદેશ સાથે રેલવે અને રોડ સંબંધો આગળ ધપાવ્યા છે. શ્રીલંકા સાથે મુક્ત વ્યાપારની સમજુરી કરી. ભૂટાન સાથે અમારા સંબંધો ખુબ જ હુંફાળા છે. સાર્ક દેશો વચ્ચે સંબંધો મજબૂત બનાવવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે અને અમને તેનો અહેસાસ છે. સાર્ક દેશોની સૌથી મોટી જરૂરીયાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. એક પંજાબથી બીજા પંજાબ સુધી જવુ મુશ્કેલ છે.

તેમણે કહ્યું હતું કે મેં રોડ મારફતે નેપાળ આવવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ આ વાતને લઈને ભારત સરકારના અધિકારીઓ ચિંચિત થઈ ઉઠ્યા હતાં. આ ચિંતા પાછળનું કારણ સરહદ પર માર્ગોની ખસ્તા હાલત. આપણે બધાએ સાથે મળીને તે દૂર કરવાની જરૂર છે.