પેગસસથી પત્રકારોના ફોનનું હૅકિંગ : ફ્રેન્ચ સાઇબર સિક્યૉરિટી એજન્સી

31 July, 2021 02:02 PM IST  |  Paris | Agency

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલની સિક્યૉરિટી લૅબોરેટરીનાં તારણો સાથે ફ્રેન્ચ એજન્સીનાં તારણોની સમાનતા નોંધાઈ છે. 

પ્રતીકાત્મક તસવીર

પેગસસ સૉફ્ટવેર વડે લેનેગ બ્રેદૉક્સ અને એડવી પ્લેનેલ નામના મીડિયાપાર્ટ ન્યુઝ વેબસાઇટના બે પત્રકારોના ફોન હૅક કરવામાં આવ્યા હોવાના ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલના અહેવાલોને ફ્રેન્ચ સાઇબર સિક્યૉરિટી એજન્સીએ સમર્થન આપ્યું હતું. ૫૦,૦૦૦ પત્રકારોના ફોન ટેપ-હૅક કરવામાં આવતા હોવાના ઇન્ટરનૅશનલ કન્સૉર્શિયમ ઑફ જર્નલિસ્ટ્સના અહેવાલના અનુસંધાનમાં ઍમ્નેસ્ટીની સિક્યૉરિટી લૅબોરેટરીએ કરેલી તપાસમાં ઉપરોક્ત બે પત્રકારોના ફોનમાં જાસૂસીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલની સિક્યૉરિટી લૅબોરેટરીનાં તારણો સાથે ફ્રેન્ચ એજન્સીનાં તારણોની સમાનતા નોંધાઈ છે. 

international news paris