ISના જાડિયા જલ્લાદે બાળકોની નજરો સામે ઇસ્લામની મશ્કરી કરનારાનું માથું વાઢી નાખ્યું

07 July, 2016 07:00 AM IST  | 

ISના જાડિયા જલ્લાદે બાળકોની નજરો સામે ઇસ્લામની મશ્કરી કરનારાનું માથું વાઢી નાખ્યું


એક વ્યક્તિને ઇસ્લામની મશ્કરી કરવા બદલ ફરમાવાયેલી મોતની સજાના અમલ માટે જલ્લાદે નાનાં બાળકો સહિત સેંકડો લોકોની હાજરીમાં મોટી તલવાર વડે તે વ્યક્તિનું માથું વાઢી નાખ્યું હતું.

મોટા ટોળા સામે ખુરશી પર બેઠેલા ઑરેન્જ જમ્પસૂટ પહેરેલા તે ‘આરોપી’નું માથું કાપતી વખતે આર્મી યુનિફૉર્મમાં સજ્જ આતંકવાદીના ચહેરા પર સ્મિત ઝળકતું હતું. જાહેરમાં તલવાર ચલાવનારો એ સ્થૂળ આતંકવાદી ગયા મહિને સિરિયન લશ્કરી દળોએ પકડેલા બુલડોઝરના હુલામણા નામે ઓળખાતા ISના જાણીતા જલ્લાદ જેવો દેખાતો હતો.

આતંકવાદી બનવા જતાં રોકતી મમ્મીને જોડિયા ભાઈઓએ મારી નાખી

સાઉદી અરેબિયાના રિયાધમાં રહેતા પરિવારના વીસ વર્ષની ઉંમરના જોડિયા ભાઈઓએ આતંકવાદી સંગઠન ત્લ્માં તેમને જોડાતાં રોકનારા કુટુંબીજનો પર હિંસક હુમલો કર્યો હતો. એ હુમલામાં તેમની મમ્મી મૃત્યુ પામી હતી અને પપ્પા તથા એક ભાઈની હાલત ગંભીર છે. યમન પાસે સરહદ પાર જવાની કોશિશ કરનારા આ બે ભાઈઓની ૨૪ જૂને બનેલી આ ઘટના માટે ધરપકડ કરવામાં આવી હતી.