અજમાનમાં કોરોનાના દરદીના બે વખત સંપર્કમાં આવવા બદલ દંડ

14 January, 2022 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજમાન અમિરાતમાં સરકારી-કર્મચારીઓને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ કોરોનાથી સંક્રમિત વ્યક્તિના બીજી વખત સંપર્કમાં આવશે તો તેમને દંડ કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

દુબઈ : (એ.પી.) અજમાન અમિરાતમાં સરકારી-કર્મચારીઓને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ કોરોનાથી સંક્રમિત વ્યક્તિના બીજી વખત સંપર્કમાં આવશે તો તેમને દંડ કરવામાં આવશે. તેમના વેતનમાં કાપ મૂકવામાં આવશે. સ્થાનિક મીડિયાએ એમ પણ જણાવ્યું હતું કે અજમાનમાં કોઈ સરકારી-કર્મચારી ઑફિસ કે ઘરની બહાર બીજી વખત સંક્રમિત વ્યક્તિના ક્લૉઝ કૉન્ટેક્ટમાં આવશે તો તેને ક્વૉરન્ટીન થવા માટે પેઇડ સિક લીવ આપવામાં નહીં આવે. અજમાનના માનવ સંસાધન વિકાસ વિભાગે સરકારી-કર્મચારીઓએ શું ન કરવું જોઈએ એનું એક લિસ્ટ જાહેર કર્યું છે, જે કરવાથી એક દિવસથી દસ દિવસની સૅલેરીના કાપની વાત કહેવામાં આવી છે.

world news coronavirus