બીમાર ફ્રેન્ચને સુસાઇડ લાઇવ કરવા નહીં દે ફેસબુક

07 September, 2020 04:16 PM IST  |  Paris | Agency

બીમાર ફ્રેન્ચને સુસાઇડ લાઇવ કરવા નહીં દે ફેસબુક

ફેસબુક

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રોનને તબીબી સહાયથી મૃત્યુ માટે અપીલ કરનારા ગંભીર બીમારીને કારણે પથારીવશ થયેલા વ્યવસાયે ખેડૂત કોકએ તેના મૃત્યુને ફેસબુક લાઇવ પર બતાવવાની કોશિશ કરી હતી, જેને ફેસબુકે શનિવારે બ્લૉક કર્યું હતું.

આ માણસ લોકોને બતાવવા માગતો હતો કે ખોરાક અને પાણી છોડ્યાં બાદ મૃત્યુ કેટલું પીડાદાયક હોય છે.

શુક્રવારે તેણે પોતાનો છેલ્લો વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે પલંગને પ્રણામ કર્યા બાદ પીણું પીધું, જે તેણે પોતાનું છેલ્લું પ્રવાહી ભોજન ગણાવ્યું હતું. વિડિયોમાં તેણે કહ્યું હતું કે તેના આવનારા દિવસો ઘણા કપરા હશે એ જાણવા છતાં તે નિર્ણય લઈ ચૂક્યો છે. ત્યાર બાદ કોકે તેની આત્મહત્યાને ફેસબુક લાઇવ કરવાની યોજના ઘડી જેમાં થોડા દિવસમાં ભોજન, દવા, પાણી વગેરે લેવાનું બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે શનિવારે કોકના ફેસબુક અકાઉન્ટમાં એક મેસેજ આવ્યો, જેમાં તેને વિડિયો પોસ્ટ કરતાં રોકવામાં આવ્યો હતો.

આ વિશે સ્પષ્ટતા કરતાં ફેસબુકે જણાવ્યું હતું કે તેની સ્થિતિથી અમે વાકેફ છીએ, પરંતુ અમે તેની આત્મહત્યાના પ્રયાસોનું ટેલિકાસ્ટ ન કરી શકીએ.

international news paris