ફલસ્તીને ભારતીયને આપ્યું સર્વોચ્ચ સન્માન

14 June, 2019 09:10 PM IST  |  યરુશલમ

ફલસ્તીને ભારતીયને આપ્યું સર્વોચ્ચ સન્માન

ફલસ્તીને ભારતીયને આપ્યું સર્વોચ્ચ સન્માન

ભારત અને ફલસ્તીનના સંબંધો ગાઢ બનાવવા માટે ફલસ્તીને ભારતવંશી શેખ મુહમ્મદ મુનીર અંસારીને પ્રતિષ્ઠિત 'સ્ટાર ઑફ યરુશલમ' અવૉર્ડથી નવાજ્યા છે. 91 વર્ષના અંસારીના સન્માનમાં ગુરૂવારે આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ભારત અને ફલસ્તીનના નાગરિકોના સારા સંબંધોને વધુ સારા બનાવવા પર જોર આપ્યું.

વર્ષ 1928માં ફલસ્તીનમાં પેદા થયેલા અંસારી યરુશલમ પાસે આવેલા એક મધ્યકાલીન સરાય ઈંડિયન હૉસપાઈસના નિર્દેશક છે. આ સરાય 12મી સદીના ભારતીય સૂફી સંત બાબા ફરીદ સાથે જોડાયેલી છએ. કહેવામાં આવે છે કે યરુશલમની યાત્રા દરમિયાન બાબા ફરીદ અહીં જ રોકાયા હતા.  આ સરાય યરુશલામ જતા ભારતીય વચ્ચે ખૂબ જ જાણીતી છે.

1924માં ભારતના એક પ્રતિનિધિ રૂપે અંસારીના પિતાએ સરાયની દેખરેખ શરૂ કરી હતી. ભારતની સરકારે આ ઈમારતનું સમારકામ પણ કરાવ્યું છે. ભારતીય સરકારે 2011માં મુનીર અંસારીને પ્રવાસી દિવસનું સન્માન આપ્યું હતું.

world news