પાકિસ્તાનમાં મહિલાએ એકનો એક પુત્ર ૧.૨૦ લાખ રૂપિયામાં વેચ્યો

01 November, 2012 05:24 AM IST  | 

પાકિસ્તાનમાં મહિલાએ એકનો એક પુત્ર ૧.૨૦ લાખ રૂપિયામાં વેચ્યો

આ મહિલાએ વિદેશમાં રહેતા એક પાકિસ્તાની દંપતીને પોતાનો સાત મહિનાનો દીકરો વેચ્યો હતો. પાકિસ્તાની મિડિયાના અહેવાલ મુજબ દીકરાને વેચનાર ખાલિદાબીબી નામની મહિલા હાર્ટની બીમારીથી પીડાઈ રહી હતી. તેણે સારવારનો ખર્ચ કાઢવા માટે દીકરો વેચ્યો હતો. તેણે ફૈઝાન નામના પોતાના દીકરાને સાઉદી અરેબિયામાં રહેતા મોહમ્મદ શૌકતને વેચ્યો હતો. આ હકીકત બહાર આવતાં પોલીસે ખાલિદા અને શૌકતની ધરપકડ કરી હતી.