પુલવામા હુમલા બાદ પાકિસ્તાની મીડિયાની શરમજનક હરકત

16 February, 2019 03:01 PM IST  |  દિલ્હી

પુલવામા હુમલા બાદ પાકિસ્તાની મીડિયાની શરમજનક હરકત

પાકિસ્તાની મીડિયાની નફ્ફટાઈ

પુલવામા આતંકી હુમલાને લઈને ફરી એકવાર પાકિસ્તાની મીડિયાનો શરમજનક ચહેરો સામે આવ્યો છે. આ વખતે એક્સપ્રેસ ટ્રિબ્યૂને આ હુમલાને લઈને શરમજનક બાબત કહી છે. ટ્રિબ્યૂને હુમલા પર સવાલ ઉઠાવતા ત્યાં સુધી કહ્યું કે આવતા દિવસોમાં ભારતમાં લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે. તેમાં વધુ મત મેળવવા માટે આ હુમલો ભારતની રાજનૈતિક પાર્ટીઓ હુમલો કરાવી રહી છે. અખબારની ઑનલાઈન આવૃતિમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનને બદનામ કરવાના ષડયંત્ર હેઠળ આ હુમલો કરવામાં આવ્યું છે.

જૈશના આતંકી આદિલ ડાર પર પણ સવાલ
વેબસાઈટમાં લખવામાં આવ્યું છેકે ભારત પુરાવા વગર પાકિસ્તાન પર આરોપો લગાવી રહ્યું છે, જ્યારે શંકાની સોય ખુદ ભારત સામે ઉઠી રહી છે. આ હુમલાને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે હુમલાની કેટલીક મિનિટો બાદ તેમની સીસીટીવી ફૂટેજ કોણે જાહેર કરી. આ ખબરમાં જૈશના આતંકી ડાર પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે જૈશ-એ-મોહમ્મદ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યું છો. અહીં તેની કોઈ ગતિવિધિ નથી થતી, જ્યારે આદિલ ભારતના કશ્મીરનો રહેવાસી છે.

હુમલાના સમયને લઈને પણ સવાલ
આ અહેવાલમાં હુમલાના સમયને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે થોડા સમયમાં ભારતમાં લોકસભા ચૂંટણી થવાની છે. આ હુમલાથી ભારતના નેતાઓ અને પાર્ટીઓને ફાયદો થઈ શકે છે. પાકિસ્તાનની સામે ભાવનાઓ ભડકાવીને ભારતની રાજનૈતિક પાર્ટીઓ ફાયદો ઉઠાવી શકે છે. એટલું જ નહીં આ રિપોર્ટમાં અફગાનિસ્તાનમાં થઈ રહેલી શાંતિ વાર્તમાં ભારતને નજરઅંદાજ કરવાની અને પાકિસ્તાને મધ્યસ્થી બનાવવા પર પણ સવાલ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું કે ભારત આ ક્ષેત્રની શાંતિ અને સ્થિરતામાં અવરોધ બની શકે છે અને એટલે જ અમેરિકાએ ભારતને આ વાર્તાથી બહાર રાખીને પાકિસ્તાનને મહત્વની જવાબદારી સોંપી છે.

આ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ સર્વદળીય બેઠક પૂર્ણ, તમામ દળોએ કહ્યું- આતંકવાદની સામે અમે એકજૂટ

'ધ નેશને આત્મઘાતી હુમલાખોરને બતાવ્યો ફ્રીડમ ફાઈટર'
તમને જણાવી દઈએ કે હુમલા બાદ જ પાકિસ્તાની મીડિયાએ જે રીતે ખેલ ખેલ્યો તે કોઈ નવી વાત નથી. શુક્રવારે ત્યાંના ધ નેશન અખબારે આત્મઘાતી હુમલાખોરને ફ્રીડમ ફાઈટર ગણાવ્યો હતો.

pakistan jammu and kashmir terror attack