પાકિસ્તાન ચાર મહિનામાં દુનિયાના નકશા પરથી ભૂંસાઈ જશે

07 September, 2019 12:32 PM IST  |  ઇસ્લામાબાદ

પાકિસ્તાન ચાર મહિનામાં દુનિયાના નકશા પરથી ભૂંસાઈ જશે

પાકિસ્તાન

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાને દુનિયાની સામે જોરદાર હાય-તોબા કર્યા પરંતુ તેના રોદણાં કયાંય કામ આવ્યા નહીં. બધા આગળ ખૂબ કર્યું છતાંય ઇમરાન સરકારના મંત્રીઓને બધેથી વિલાયેલા મોઢે પાછું આવવું પડ્યું અને ઇજ્જતના ધજાગરા થયા. વૈશ્વિક મંચ પર પણ ઇમરાન ખાન ભારતની સાથોસાથ આખી દુનિયાને યુદ્ધની ધમકી આપી રહ્યું છે તો બીજી બાજુ તેમના જ દેશના એક ધર્મગુરુએ વાત કરતાં સમગ્ર પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાનના પ્રખ્યાત દાર્શનિક અને ધર્મગુરુ ઇસરાર અહમદનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે તેમાં તેમણે ભવિષ્યવાણી કરી છે કે પાકિસ્તાનની ઊલટી ગણતરી શરૂ થઈ ગઈ છે અને ૨૦૨૦માં પાકિસ્તાન નામનો કોઈ મુલ્ક રહેશે નહીં. આવનારા ચાર મહિનામાં પાકિસ્તાન કેટલાય ટુકડામાં વહેંચાઈ જશે અને દુનિયાના નકશામાંથી તેનું નામોનિશાન મિટાઈ જશે. તેમણે પાક સરકારની નીતિઓની આલોચના કરતાં કહ્યું કે આવનારા થોડાક મહિના પાકિસ્તાનની પ્રજા માટે ખૂબ જ ભારે છે.

આ પણ વાંચો : અમેરિકાનું ગ્રીન કાર્ડ, વિઝા માટે સોશ્યલ મીડિયાની માહિતી ફરજિયાત આપવી પડશે

પ્રજા માટે ભારત, પાકિસ્તાન અને આઝાદ કાશ્મીરમાંથી કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ જ રહેશે અને પ્રજા પાકિસ્તાનની દમનકારી નીતિઓની વિરુદ્ધ ફતવો આપશે અને ભારત તેમ જ આઝાદ કાશ્મીરમાંથી કોઈ એકને પસંદ કરવા માટે મજબૂર થશે. એવામાં પાકિસ્તાનનું અસ્તિત્વ મીટવાનું નક્કી છે.

pakistan india