પાકિસ્તાન જૂન, 2020 સુધી એફટીએફના ગ્રે લિસ્ટમાં

22 February, 2020 01:37 PM IST  |  Paris

પાકિસ્તાન જૂન, 2020 સુધી એફટીએફના ગ્રે લિસ્ટમાં

ઈમરાન ખાન

ફાઇનૅન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને તેના ૨૭ મુદ્દાની કાર્યયોજના સાથે ગ્રે લિસ્ટમાં જાળવી રાખવાનો અને આતંકવાદ વિરોધ વધુ કડક પગલાં ભરવા માટે જૂન, ૨૦૨૦ સુધીની મુદત આપવાનો નિર્ણય કર્યો છે. ચીન, મલેશિયા અને ટર્કી જેવા દેશોએ પાકિસ્તાનને બ્લેક લિસ્ટ થવાથી બચાવ્યું છે. અલબત્ત તેને ગ્રે લિસ્ટમાંથી બચવા માટે ૧૩ દેશના સમર્થનની જરૂર હતી, પણ તેને આટલા દેશનું સમર્થન મળ્યું ન હતું. જોકે ચીન, ટર્કી અને મલેશિયા જેવા કેટલાક દેશોની તેને મદદ મળી હતી.

એફએટીએફએ આ સાથે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તે આતંકવાદ સહિત ૨૫ મુદ્દાની કાર્યયોજના પૂરી નહીં કરે તો તેને બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવશે. આ નિર્ણય એફએટીએફની આંતરરાષ્ટ્રીય સહયોગ સમીક્ષા સમૂહની બેઠકમાં લેવામાં આવ્યો હતો. તેની બેઠક પૅરિસમાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.

imran khan pakistan international news paris