પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટમાં યથાવત

24 October, 2020 04:26 PM IST  |  New Delhi | Agencies

પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટમાં યથાવત

પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટમાં યથાવત

ઇમરાન ખાનના પાકિસ્તાન દ્વારા સતત આતંકવાદી અને આતંકવાદી સંગઠનને ટેકો આપવાના લીધે ફાઇનૅન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફ‌એટીએફ)ની યોજાયેલી બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એફ‌એટીએફના તમામ ૨૭ નિયમોનું પાલન કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું હતું. આ મીટિંગમાં તુર્કીએ જણાવ્યું કે ૨૭માંથી બાકી રહેલા છ માપદંડોને પૂરા કરવાને બદલે સભ્યોએ પાકિસ્તાન સારું કામ કરે એ વિશે વિચારવું જોઈએ. આ ઉપરાંત એફ‌એટીએફની ઑન સાઇટ ટીમે પાકિસ્તાનનું અંતિમ મૂલ્યાંકન કરતાં પહેલાં એક વાર એની મુલાકાત લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં ચીન, મલેશિયા અને સાઉદી અરબે પણ પાકિસ્તાનને ટેકો નહોતો આપ્યો. ત્યાર બાદ પાકિસ્તાનના વર્ષના ફેબ્રુઆરી મહિના સુધી ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

pakistan international news