પાકિસ્તાનના રેડિયો બ્રોડકાસ્ટરે હવામાન અહેવાલમાં લોચો કર્યો, ટ્રોલ થયા

12 May, 2020 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાનના રેડિયો બ્રોડકાસ્ટરે હવામાન અહેવાલમાં લોચો કર્યો, ટ્રોલ થયા

પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાનનું રાષ્ટ્રીય રેડિયો પ્રસારણ 'રેડિયો પાકિસ્તાન'એ રવિવારે લદ્દાખના મહત્તમ અને લધુત્તમ હવામાનનો અહેવાલ પોસ્ટ કરવામાં લોચા માર્યા બાદ સોશ્યલ મિડિયા પર ટ્રોલનો ભોગ બન્યું હતું.

રવિવારે 'રેડિયો પાકિસ્તાન'એ ટ્વીટ કર્યું હતું કે, લદ્દાખમાં મહત્તમ તાપમાન -4 ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુત્તમ તાપમાન -1 ડિગ્રી સેન્ટિગ્રેડ છે. -4 ડિગ્રી સેન્ટિગ્રેડ -1 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં ઓછું કઈ રીતે હોય શકે?! નોંધનીય છે કે, જ્યારથી ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના પ્રાદેશિક હવામાન કેન્દ્રએ POKના હવામાન અહેવાલ આપોવાનું શરૂ કર્યું છે ત્યારથી જ એટલે કે થોડાક દિવસ પહેલા જ રેડિયો પાકિસ્તાને ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશોના હવામાન અહેવાલ આપવાનું શરૂ કર્યું છે. પાંચમી મેથી જ આઈએમડીએ POKના ભાગ ગિલગિટ-બાલિસ્તાન અને મુઝફરાબાદના અહેવાલ આપવાનું શરૂ કર્યું છે.

રેડિયો પાકિસ્તાનના ટ્વીટ બાદ સોશ્યલ મિડિયા પર તે ટ્રોલનું માધ્યમ બની ગયું હતું.

રવિવારે જાણે રેડિયો પાકિસ્તાને માઈક્રોબ્લોગિંગ સાઈટ્સ પર લોકોને વ્યસ્ત રાખ્યા હતા.

એક યુઝરે લખ્યું હતું કે, શું સ્કુલમાં ભણ્યા નથી?

અન્ય યુઝરે લખ્યું હતું કે, વાવ રેડિયો પાકિસ્તાન તને ઉત્તમ શિક્ષક છો.

ત્યારે એક યુઝરે લખ્યું હતું કે, નકલ માટે પણ અકલ જોઈએ.

સોશ્યલ મિડિયા પર ઘણા ફની મિમ્સ પણ શેર થાય હતા.

જોકે, પછી રેડિયો પાકિસ્તાને આ ટ્વીટને ડિલિટ કરી દીધું હતું.

international news pakistan