લ્યો બોલો, પાકિસ્તાનમાં વોશરૂમ સમજીને પ્લેનનો ઇમરજન્સી ગેટ ખોલી દીધો

09 June, 2019 10:21 PM IST  |  મુંબઈ

લ્યો બોલો, પાકિસ્તાનમાં વોશરૂમ સમજીને પ્લેનનો ઇમરજન્સી ગેટ ખોલી દીધો

પાકિસ્તાન એરલાઇન્સ (PC : Dawn)

પાકિસ્તાનમાં એક એવી ઘટના સામે આવી છે કે તમે વાચીને ચોકી ઉઠશો. જો તમે હવે પ્લેનમાં સફર કરો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ની એક ફ્લાઇટમાં તે સમય અફરા તફરી મચી ગઇ જ્યારે એક મહિલાએ પેસેન્જર વોશરૂમ સમજીને ઈમરજન્સી ગેટ ખોલી દીધો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન મેન્ચેસ્ટર એરપોર્ટના રનવે પર ઊભું હતું. તે જ સમયે, મહિલા મુસાફરે બટન દબાવ્યું, જેના કારણે ઈમરજન્સી દ્વાર ખુલી ગયો.



મળતી માહિતી પ્રમાણે પીઆઈએના એક પ્રવક્તાએ કહ્યું કે,‘પીઆઈની મેન્ચેસ્ટર ફ્લાઈટ પીકે 702માં 7 કલાકનું મોડું થયું હતું. શુક્રવાર રાતે ટેક ઓફમાં ત્યારે વિલંબ થયો હતો જ્યારે એક મુસાફરે ભૂલથી વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલી દીધો હતો. જેના કારણે કટોકટી ઢાળ સક્રિય બની.’ ઘટના બાદ સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસેસ હેઠળ લગભગ 40 મુસાફરોને તેમના સામાન સાથે વિમાનથી નીચે ઉતરવામાં આવ્યા.

એરલાઇન્સ કંપનીએ કહ્યું કે મુસાફરોના પરિવહન અને હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પછી તેમને અન્ય ફ્લાઇટથી મોકલવામાં આવ્યા હતા. જોકે આ ઘટના બાદ પીઆઈએના મુખ્ય કાર્યકારી એર માર્શલ અરશદ મલિકે તપાસના આદેશ આપ્યા છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય એવિએશન કંપની વર્ષોથી ખોટમાં ચાલી રહી છે અને સરકાર તેની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહી છે.

pakistan