૫૧ કરોડ ચૂકવીને પાકિસ્તાને છોડાવ્યું મલેશિયાએ તાબામાં રાખેલું વિમાન

24 January, 2021 01:13 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

૫૧ કરોડ ચૂકવીને પાકિસ્તાને છોડાવ્યું મલેશિયાએ તાબામાં રાખેલું વિમાન

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાને મલેશિયાને એરક્રાફ્ટ લીઝની મસમોટી રકમ ચૂકવવાની બાકી હોવાથી મલેશ્યન સત્તાવાળાઓએ પાકિસ્તાન ઇન્ટરનૅશનલ એરલાઇન્સનું વિમાન જપ્ત કરી લીધું હતું. ૫૧.૧૦ કરોડ રૂપિયાની રકમ મલેશ્યન એવિયેશન મિનિસ્ટ્રીને ચૂકવાયા પછી એ વિમાન તેમણે છૂટું કર્યું હોવાનું ઇસ્લામાબાદના નાગરિક ઉડ્ડયન ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું.

આયર્લેન્ડની રાજધાની ડબ્લિન સ્થિત એરકૅપ કંપનીએ લીઝ પર આપેલાં બે જેટ વિમાનોના કેસમાં પેરેગ્રીન એવિયેશન ચાર્લી લિમિટેડને ઉક્ત રકમ ચૂકવવામાં આવી હોવાનું પાકિસ્તાન ઇન્ટરનૅશનલ એરલાઇન્સે લંડનની હાઈ કોર્ટને જણાવ્યું હતું. એરક્રાફ્ટ લીઝ નહીં ચૂકવવાને કારણે લંડનની હાઈ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. લીઝની રકમ ગયા જુલાઈ મહિનામાં વધારવામાં આવી હોવાથી પાકિસ્તાન ઇન્ટરનૅશનલ અૅરલાઇન્સે રકમ ન ચૂકવી હોવાનું લંડન હાઈ કોર્ટને જણાવવામાં આવ્યું હતું. છ મહિનાથી લગભગ ૧૦૨.૨૦ કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવાની બાકી હોવાથી લંડનની હાઈ કોર્ટમાં દાવો માંડવામાં આવ્યો હતો.

international news pakistan malaysia