પાકિસ્તાનમાં કુરાનનું અપમાન કરનારને જીવતો સળગાવી દેવાયો

23 December, 2012 04:55 AM IST  | 

પાકિસ્તાનમાં કુરાનનું અપમાન કરનારને જીવતો સળગાવી દેવાયો

આ ઘટના પાકિસ્તાનના સિંધ પ્રાંતના સીતા નામના ગામમાં બની હતી. ગામના ઇમામ મૌલવી મેમણે કહ્યું હતું કે કુરાનનું અપમાન કરનાર માણસ પ્રવાસી હતો. તેણે ગામની મસ્જિદમાં રાત ગાળી હતી. એ પછી સવારે મસ્જિદમાં કુરાન સળગેલી હાલતમાં મળી આવ્યું હતું. આખી રાત મસ્જિદમાં માત્ર તે એક જ વ્યક્તિ હતી. બાદમાં ગામના લોકોએ તેને સખત માર મારીને પોલીસને સોંપી દીધો હતો. એ પછી કેટલાક કલાકો બાદ અંદાજે ૧૦૦૦ લોકોનું ટોળું પોલીસ-સ્ટેશનમાં ઘૂસી આવ્યું હતું, ટોળાએ કુરાનનું અપમાન કરનારને માર મારીને બહાર ખેંચી લાવ્યા હતા અને એ પછી તેને સળગાવી દીધો હતો. પાકિસ્તાનમાં અલ્લાહની નિંદા બદલ મોતની સજાની જોગવાઈ છે. ઇસ્લામ વિરુદ્ધ કંઈક લખવું કે બોલવું એ પણ ગુનો છે.