Blackout in Pakistan: ઇસ્લામાબાદ અને કરાચી સહિત મોટા શહેરો અંધારામાં

10 January, 2021 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Blackout in Pakistan: ઇસ્લામાબાદ અને કરાચી સહિત મોટા શહેરો અંધારામાં

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનમાં શનિવારે મોડી રાતે એકાએક વીજળી ગાયબ થઈ ગયા પછી કેટલાય શહેરો અંઘારાગ્રસ્ત થયા, જેના પછી ટ્વિટર પર #blackout ટ્રેન્ડ થવા લાગ્યું અને લોકોએ ખૂબ જ મજાક ઉડાડી.

પાકિસ્તાનમાં શનિવારે મોડી રાતે એકાએક વીજળી જતા કેટલાય શહેરોમાં અંધકાર છવાયો હતો. પાકિસ્તાનના ઉર્જા મંત્રાલય પ્રમાણે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રીક્વેન્સીમાં એકાએક થયેલા ઘટાડા થકી બ્લેકઆઉટ થયું. આ ટૅક્નિકલ ખામી રાતે લગભગ 11.41 વાગ્યે થઈ.

કયા-કયા શહેરોમાં થયું બ્લેકઆઉટ
પાકિસ્તાનમાં બ્લેકઆઉટ પછી કરાચી, લાહોર, પેશાવર, ઇસ્લામાબાદ, મુલ્તાન અને રાવલપિંડી સહિત ઘણાં મોટા શહેરો અંધારામાં ડૂબી ગયા. પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે જણાવ્યું કે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રીક્વેન્સીમાં એકાએક 50થી 0નો ઘટાડો થવાને કારણે દેશવ્યાપી બ્લેકઆઉટ થઈ ગયું. આની સાથે જ મંત્રાલયે લોકોને સંયમ જાળવવાની અપીલ કરી.

ટ્વિટર પર ટ્રેન્ડ થયું #blackout
બ્લેકઆઉટ થયાની થોડી જ વારમાં ટ્વિટર પર #blackout ટ્રેન્ડ થવા લાગ્યું અને લોકોએ ખૂબ જ મજાક ઉડાડી. આ પહેલા જાન્યુઆરી 2015માં પાકિસ્તાનમાં બ્લેકઆઉટ થયું હતું અને કેટલાય શહેરોમાં કલાકો સુધી વીજળી નહોતી. તે દરમિયાન પણ સોશિયલ મીડિયા પર બ્લેકઆઉટ ચર્ચામાં રહ્યું હતું.

રાતે 2 વાગ્યે વીજપુરવઠો થયો સામાન્ય
ઇસ્લામાબાદના ડિપ્ટી કમિશ્નર હમજા શફકતે જણાવ્યું કે નેશનલ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્પેચ કંપની સિસ્ટમ (NTDC)ની ટ્રિપિંગને કારણે બ્લેકઆઉટ થયું છે. થોડી વારમાં બધું સામાન્ય થઈ જશે. જો કે, રિપૉર્ટ્સ પ્રમાણે, વીજપુરવઠો લગભગ રાતે બે વાગ્યે સામાન્ય થયો.

pakistan international news