શું થશે પાકિસ્તાનનું? કંગાળ થવાની કગાર પર છે ઈમરાન ખાનનો દેશ

09 June, 2019 04:01 PM IST  |  ઈસ્લામાબાદ

શું થશે પાકિસ્તાનનું? કંગાળ થવાની કગાર પર છે ઈમરાન ખાનનો દેશ

શું થશે પાકિસ્તાનનું?

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલ આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બનેલી છે. પાકિસ્તાનની બદથી બદતર અર્થવ્યવસ્થાની પોલ ફરી એકવાર ખુલી છે. ચીનને ગધેડા વેચીને પોતાની અર્થવ્યવસ્થા ચાલી રહેલા પાકિસ્તાનને આર્થિક સર્વેએ મોટો ઝટકો આપ્યો છે.

આર્થિક સર્વે અનુસાર, જૂનમાં પૂર્ણ થતા નાણાકીય વર્ષમાં પાકિસ્તાનનો વૃદ્ધિ દર 3.3 ટકા રહેવાનું અનુમાન છે, જો પાકિસ્તાનના લક્ષ્ય 6.3થી ખૂબ જ નીચો છે. એટલું જ નહીં પાકિસ્તાનની જનતાને નવું પાકિસ્તાનના સપના બતાવનારા ઈમરાન ખાનની સરકાર તમામ સેક્ટરમાં લક્ષ્યોને પુરા કરવામાં નિષ્ફળ રહી છે.

11 જૂને પાકિસ્તાનનું બજેટ આવવાનું છે. જેના એક દિવસ પહેલા આવનારા આર્થિક સર્વેક્ષણના વિવરણને રવિવારે પાકિસ્તાનના અખબાર ડૉને પ્રકાશ કર્યા હતા. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે પશુધન એકમાત્ર એવું ક્ષેત્ર છે જેની વૃદ્ધિ લક્ષ્યાંકથી થોડી વધારે છે, જ્યારે અન્ય તમામ સેક્ટરમાં આશાથી ઘણું જ ખરાબ પ્રદર્શન કર્યું છે.

પાકિસ્તાન સરકારના આ પ્રદર્શન પર ટિપ્પણી કરતા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે કહ્યું કે, 'વડાપ્રધાન ઈમરાન ખાને પીએમએલ-એનના પહેલા વર્ષના આર્થિક સર્વેને વાંચવો જોઈએ અને પ્રદર્શન વચ્ચેના અંતરને શીખવું જોઈએ.'


તેમણે કહ્યું, 'પાકિસ્તાનનું 2018-19નું આર્થિક સર્વેક્ષણ ઈમરાન ખાનની અક્ષમતા, વિફલતા અને અક્ષમતાનું એક ઉદાહરણ છે.'

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પ : ટ્વીટ કરી કરીને ચંદ્ર પર જઇએ છીએ કહેવાનું બંધ કરે નાસા

મહત્વનું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કથળતી જતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. આ કવાયતમાં તેઓ તમામ વિભાગો અને મંત્રાલયોના બજેટમાં કાપ મુકી રહ્યા છે. તેમણે દેશના રક્ષા બજેટમાં પણ કાપ મુકવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાને દુરસ્ત કરવા માટેના ઉપાયો પર સેનાએ સહમતિ વ્યક્ત કરી છે. સુરક્ષાને લઈને તમામ પડકારો વચ્ચે સેના આગામી નાણાકીય વર્ષ માટે રક્ષા બજેટને ઓછું કરવા માટે માની ગઈ છે.

pakistan imran khan