સૌથી ખતરનાક પર્યટન સ્થળોની યાદીમાં પાકિસ્તાન મોખરે

29 November, 2019 01:17 PM IST  |  Karachi

સૌથી ખતરનાક પર્યટન સ્થળોની યાદીમાં પાકિસ્તાન મોખરે

પાકિસ્તાન

(જી.એન.એસ.) ફરી એક વાર પાકિસ્તાન સૌથી ભયજનક પર્યટન સ્થળોની યાદીમાં મોખરે આવી ગયું હતું. ઇન્ટરનૅશનલ એસઓએસ નામની રિસ્ક ઍડ્વાઇઝ્ડ કંપનીએ જાહેર કરેલી યાદીમાં પાકિસ્તાન ટોચ પર હતું. કંપનીએ જણાવ્યું હતું કે ૨૦૨૦માં પણ પાકિસ્તાન સૌથી ભયજનક પર્યટન સ્થળ છે. આંતરરાષ્ટ્રીય પર્યટકોએ પોતાના જાનના જોખમે જ પાકિસ્તાન જવાની યોજના ઘડવી. પાકિસ્તાન આ પહેલાં પણ આતંકવાદના જનક તરીકે દુનિયાભરમાં બદનામ થઈ ચૂક્યું છે. અગાઉ પણ એક કરતાં વધુ વખત પાકિસ્તાનને ‘મોસ્ટ ડેન્જરસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન’ તરીકે સંબોધવામાં આવ્યું હતું.

હાલમાં પાકિસ્તાનનું અર્થતંત્ર સાવ દેવાળિયું થઈ ચૂક્યું છે. ત્યાં સંખ્યાબંધ આતંકવાદી જૂથો સક્રિય છે. અત્યારે ત્યાં એકદમ પ્રવાહી પરિસ્થિતિ છે, કારણ કે સુપ્રીમ કોર્ટમાં પાકિસ્તાની લશ્કરના વડા જનરલ કમર જાવેદ બાજવાને અપાયેલા સર્વિસ એક્સટેન્શનનો કેસ ચાલી રહ્યો છે. એવી માન્યતા છે કે સુપ્રીમ કોર્ટ બાજવાના એક્સટેન્શનને રદ જાહેર કરશે. આમ થાય તો પાકિસ્તાનમાં ફરી એક વાર લશ્કરી બળવો થવાની શક્યતા નકારી કઢાતી નથી.

world news pakistan