પાકિસ્તાને કોરોના વિરોધી રશિયન વૅક્સિન સ્પુતનિકને આપી મંજૂરી

25 January, 2021 11:33 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાને કોરોના વિરોધી રશિયન વૅક્સિન સ્પુતનિકને આપી મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનની સરકારે રશિયન વૅક્સિન સ્પુતનિક-5ના ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશનને મંજૂરી આપી હતી. ડ્રગ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ પાકિસ્તાને આ ત્રીજી વૅક્સિનને ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશન આપ્યું છે. રેગ્યુલેટરી ઑથોરિટીએ ગઈ ૧૭ જાન્યુઆરીએ ઑક્સફર્ડ-એસ્ટ્રોઝેનેકાની રસીને અને તેના બે દિવસ પછી ચીનની સરકારી સિનોફાર્મ ફાર્માસ્યુટિકલ કંપનીની વૅક્સિનના ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશનને મંજૂરી આપવામાં આવી હતી. હવે સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપનીને રશિયાની સ્પુતનિક-5 રસીની આયાત કરવાની પરવાનગી આપવામાં આવી છે.

coronavirus covid19 international news pakistan russia