પાકિસ્તાને ચીનની વૅક્સિનને આપી મંજૂરી

20 January, 2021 02:23 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાને ચીનની વૅક્સિનને આપી મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનમાં ચીની બનાવટની ઍન્ટિ કોવિડ વૅક્સિનને ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશન આપવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં કોરોના ઇન્ફેક્શનના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે, એ માહોલમાં ડ્રગ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ પાકિસ્તાને ગયા સોમવારે સિનોફાર્મ નામની કોરોના વિરોધી રસી માટે ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશનને મંજૂરી આપી હતી. એના બે દિવસ પહેલાં પાકિસ્તાનમાં ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીને ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશન આપવામાં આવ્યું હતું. આ મંજૂરીને પગલે સિનોફાર્મના ૧૧ લાખ ડોઝની આયાત કરવામાં આવનાર હોવાનું જણાવતાં ડ્રગ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ પાકિસ્તાનના સીઈઓ ડૉ. અસીમ રઉફે ઉમેર્યું હતું કે સિનોફાર્મનું રજિસ્ટ્રેશન નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થને નામે કરવામાં આવ્યું છે.

coronavirus covid19 international news pakistan china