પાકિસ્તાન કોરોના વાઇરસના બહાને પણ ભીખ માગવા નીકળ્યું

23 March, 2020 02:04 PM IST  |  Mumbai Desk | Agencies

પાકિસ્તાન કોરોના વાઇરસના બહાને પણ ભીખ માગવા નીકળ્યું

દુનિયામાં કોરોના વાઇરસનો પ્રકોપ વધતો જ જાય છે અને દુનિયાના મોટા ભાગના દેશો કોરોના વાઇરસની લપેટમાં
આવી ચૂક્યા છે. પાકિસ્તાન પણ કોરોના વાઇરસથી પ્રભાવિત છે ત્યારે પાકિસ્તાને આ રોગચાળાનો ઉપયોગ પણ પોતાના ફાયદા માટે કરવાનો દાવ ખેલ્યો છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન કોરોના વાઇરસથી પ્રભાવિત દેશ હોવાના નાતે ચપણિયું લઈને નીકળ્યા છે અને દુનિયા પાસે ભીખ માગી રહ્યા છે. ઇમરાન ખાને દુનિયાની મોટી નાણાસંસ્થાઓ તથા મોટા દેશોને વિનંતી કરી છે કે પાકિસ્તાન ગરીબ દેશ છે તેથી અમને સહાય ઉપરાંત દેવામાં રાહત આપવી જોઈએ. વડા પ્રધાન ઇમરાન ખાન બાદ વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પણ પાકિસ્તાન પરના બાહ્ય દેવામાં રાહતની માગ કરી છે. પાકિસ્તાનની ટીવી ચૅનલ ‘ડૉન ન્યુઝ’ સાથેની વાતચીતમાં કુરૈશીએ કહ્યું કે ‘પાકિસ્તાન જેવા ગરીબ દેશ માટે કોરોના વાઇરસ સામે લડાઈ લડવી સરળ વાત નથી. અત્યારે દેશ પર વિદેશી દેવું વધારે છે ત્યારે અમે ઇચ્છીએ છીએ કે દુનિયાના મોટા દેશો અને નાણાકીય સંસ્થા આ વખતે અમારી મદદ માટે આગળ આવશે. અમારા માટે થોડી દેવા માફી કરવામાં આવે અને વ્યાજમાં રાહત આપવામાં આવે. કુરૈશીએ શનિવારે જર્મની વિદેશ મંત્રી હેઈકો મેસ સાથે વાતચીત કરી હતી. શનિવાર સાંજ સુધી પાકિસ્તાનમાં કોરોના વાઇરસના કુલ ૬૫૩ કેસ બહાર આવ્યા છે અને ત્રણ લોકોનાં મોત થઈ ગયાં છે.

pakistan international news coronavirus