૨૬/૧૧ના દોષિતો સામે કાર્યવાહી કરવામાં પાક નિષ્ફળ

26 November, 2021 01:27 PM IST  |  Islamabad | Agency

ભારતે આ હુમલાના સૂત્રધારોની સંડોવણીના પાકિસ્તાનને સજ્જડ પુરાવાઓ આપ્યા હોવા છતાં પાકિસ્તાને તેમની વિરુદ્ધ પગલાં લીધાં નથી. 

ઝાકીર ઉર રહેમાન લખ્વી

૨૬/૧૧ના મુંબઈ હુમલાના મુખ્ય સૂત્રધારો આઈએસઆઈ અધિકારીની સલાહ પર ધરપકડથી છટકી ગયા છે. ઈન્ટરનેશનલ ફોરમ ફોર રાઈટ્સ એન્ડ સિક્યોરિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દરોડા દ્વારા લશ્કર-એ-તોઈબાના સાત આતંકીઓને ઝડપવામાં આવ્યા હતા, જેમાં એક ઝાકીર ઉર રહેમાન લખ્વી પણ હતો, જેની ૨૬/૧૧માં ભૂમિકા સાબિત થઈ ચૂકી છે. અગાઉ એ પણ સાબિત થઈ ચૂક્યું છે કે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આ આતંકીઓને તાલીમ આપવામાં આવી હતી. તેમનો કન્ટ્રોલ રૂમ કરાંચીમાં હતો. જે શીપમાં આતંકીઓ ભારતની હદમાં પ્રવેશ્યા હતા, તે શીપને પણ એફ.આઈ.એ. દ્વારા જપ્ત કરવામાં આવી હતી.
જોકે તમામ પૂરાવાઓ આપ્યા હોવા છતાં પાકિસ્તાન ૨૬/૧૧ના દોષિતો સામે કોઈ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું છે. ૨૬/૧૧ના હુમલાને આજે ૧3 વર્ષ પૂરા થશે. 
આ હુમલામાં ૧૫ દેશોના ૧૬૬ નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલાના મુખ્ય આતંકીઓ અજમલ કસાબ, ડેવિડ હેડલી અને ઝબિઉદ્દિન અંસારીની પૂછતાછમાં આતંકી પ્રવૃત્તિ પોષવામાં પાકિસ્તાનના રાજ્યતંત્રની ભૂમિકા ખુલ્લી પડી ગઈ હતી.

ભારતે આ હુમલાના સૂત્રધારોની સંડોવણીના પાકિસ્તાનને સજ્જડ પુરાવાઓ આપ્યા હોવા છતાં પાકિસ્તાને તેમની વિરુદ્ધ પગલાં લીધાં નથી. 

 

pakistan international news