પાકે ફરી કર્યુ સિઝફાયરનું ઉલ્લંઘન,ભારતનો જડબાતોડ જવાબ

18 October, 2014 10:25 AM IST  | 

પાકે ફરી કર્યુ સિઝફાયરનું ઉલ્લંઘન,ભારતનો જડબાતોડ જવાબ


જમ્મુ,તા.18 ઓકટોબર

છેલ્લા 24 કલાક દરમ્યાન જમ્મુ અને પુંછ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા અને એલઓસી પર ચાર વખત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યુ છે.સેનાના એક વરિષ્ઠ અધિકારીએ આજે જણાવ્યુ હતુ કે સૈનિકોએ સંઘર્ષવિરામનું ઉલ્લઘન કર્યુ છે અને નાના હશિયારો તથા સ્વચાલિત હથિયારોથી ગત રાત્રે લગભગ  55 મિનિટ સુધી પુંછ જિલ્લાના હમીપુર સેક્ટરમાં એલઓસી નજીક ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો.સૈનિકોએ પાકિસ્તાની ગોળીબારનો મો તોંડ જવાબ આપ્યો હતો.ગોળીબારમાં કોઈ પણ જાનહાની થઈ નથી.

બીએસએફના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે પાકિસ્તાની રૈંજર્સે કાલે સાંજે જમ્મુ જિલ્લામાં અલ્લા માહી દા કોઠે અને મકવાલમાં અગ્રિમ સીમા ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો,આ પહેલા પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારે સવારે બે વખત હમીરપુરમાં સંઘર્ષવિરામનું ઉલ્લઘંન કર્યુ હતુ.ત્યારબાદ ભારતીય સૈનિકોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

પાકિસ્તની સૈનિકોએ એક ઓકટોબર બાદ જમ્મુ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સીમા અને એલઓસી પર ભારે ગોળીબાર કર્યો છે જેમાં નવ લોકોના જીવ ગયા હતા અને 13 સુરક્ષાકર્મિઓ સહિત 95 લોકો ઘાયલ થયા હતા.ગોળીબારને કારણે આંતરરાષ્ટ્રીય સીમાની આસપાસથી લગભગ 30,000 લોકોએ પોતાના ઘરબાર છોડવા પડ્યા હતા.