Peter Brook:મહાભારત દ્વારા યુદ્ધની પીડા જીવંત કરનાર `પદ્મશ્રી` બ્રુકનું નિધન

04 July, 2022 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રુક માટે `વિશ્વ એક રંગમંચ` માત્ર જુમલા નહોતો, પણ તે સ્કૂલ, હૉસ્પિટલ, ફેક્ટ્રી, ખાણ કે જિમ જેવી કોઈપણ જગ્યાને રંગમંચ બનાવી દેતા હતા.

પ્રતીકાત્મક તસવીર

જાણીતા નિર્દેશક તેમજ થિયેટર (રંગમંચ) દિગ્ગજ પીટર સ્ટીફન પૉલ બ્રુકે લંડનમાં 97 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. બ્રુક માટે `વિશ્વ એક રંગમંચ` માત્ર જુમલા નહોતો, પણ તે સ્કૂલ, હૉસ્પિટલ, ફેક્ટ્રી, ખાણ કે જિમ જેવી કોઈપણ જગ્યાને રંગમંચ બનાવી દેતા હતા.

1985માં વિયેતનામમાં યુદ્ધ ચાલતો હતો ત્યારે બ્રુકે પેરિસમાં મહાભારતને રંગમંચ પર રજૂ કરી. લગભગ 9 કલાક દર્શકો એકીટશે નાટક જોતા રહ્યા. આખરે બ્રુકે પૂછ્યું કે શું યુદ્ધ સંઘર્ષ ખતમ કરી શકે છે? શું ખરેખર નેતાઓ અને લોકો પાસે શાંતિ અને યુદ્ધ વચ્ચે કોઈ એકની પસંદગીનો વિકલ્પ હોય છે? તો આખું વિશ્વ દંગ રહી ગયું. બ્રુક કહેતા કે, દરરોજ વિશ્વમાં મૂર્ખતાપૂર્ણ યુદ્ધથી થતી પીડા અને દહેશત વિશે સાંભળો છો. મહાભારત કરોડો મૃતદેહોની વાત છે અને સૌથી મહત્વની વાત એ છે કે યુધિષ્ઠિર અંતમાં કહે છે કે, "આ જીત એક હાર છે." એ જ યુદ્ધની ખરી હકિકત છે. 2021માં ભારત સરકારે તેમને પદ્મશ્રી દ્વારા સન્માનિત કર્યા હતા.

દરેક મંચ પર રચાયા તિલિસ્મ...
ધ એમ્પ્ટી સ્પેસમાં બ્રુકે લખ્યું, મને કોઈપણ ખાલી જગ્યા આપી જે, હું તેને સ્ટેજ બનાવી દઈશ. પ્રકાશ, કલર્સ અને નવોન્મેષી રીતથી તે નિરુપયોગી જગ્યાને પણ બહેતરીન મંચમાં પરિવર્તિત કરી દેતા હતા. 1970માં તેમણે સ્ટ્રેટફૉર્ડ પ્રૉડક્શન માટે શેક્સપિયરના એ મિડસમર નાઈટ્સ ડ્રીમ નાટકનું નિર્દેશન કર્યું. આના દ્રશ્યોમાં તેમણે માત્ર સફેદ કલરનો ઉપયોગ કર્યો હતો.

વ્યાવસાયિકતાની સામે નમ્યા નહીં
બ્રુક વ્યાવસાયિકતા સામે ન નમવાની જિદને કારણે સામાન્ય લોકો વચ્ચે લોકપ્રિય થઈ શક્યા નહીં. બ્રુક અંતિમ દિવસો સુધી પણ કામ કરતા રહ્યા. 2017માં પ્રકાશિત ટિપ ઑફ દ ટંગ પુસ્તકમાં બ્રુક લખે છે, થિયેટરની દરેક શૈલી, ડૉક્ટર પાસે જવા જેવી છે.

કિશોરાવસ્થામાં ફિલ્મો સાથે જોડાયા
21 માર્ચ, 1925 લંડનમાં જન્મેલા બ્રુકના પિતા એક કંપનીના નિદેશક હતા અને મા વિજ્ઞાની. માત્ર 16 વર્ષની ઉંમરે સ્કૂલ છોડીને તે ફિલ્મ સ્ટૂડિયો સાથે જોડાયા. ઑક્સફૉર્ડમાંથી અંગ્રેજી તેમજ વિદેશી ભાષાઓમાં સ્નાતક થયા.

international news