ઑક્સફર્ડ - એસ્ટ્રાઝેનેકાની રસીને બ્રિટનમાં મંજૂરી

31 December, 2020 01:51 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

ઑક્સફર્ડ - એસ્ટ્રાઝેનેકાની રસીને બ્રિટનમાં મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એસ્ટ્રાઝેનેકા ફાર્મસીના સહયોગમાં વિકસાવેલી કોરોના પ્રતિરોધક રસીને બ્રિટનના ઇન્ડિપેન્ડન્ટ રેગ્યુલેટરે ગઈ કાલે મંજૂરી આપી હતી. મેડિસિન્સ ઍન્ડ હેલ્થ કૅર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીની મંજૂરી આ રસી સુરક્ષિત અને કોરોનાના પ્રતિરોધની હેતુ સિદ્ધિમાં અસરકારક હોવાની સત્તાવાર જાહેરાત સમાન છે.

બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસિસે રસીના વિતરણ અને અન્ય કાર્યો માટે મેડિકલ પ્રોફેશનલ્સ અને વૉલન્ટિયર્સની ટીમો તૈયાર રાખી હતી. ભારતમાં આ રસીના ઉત્પાદનનો કૉન્ટ્રૅક્ટ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ જોડે કરવામાં આવ્યો છે. ભારતમાં પણ આ રસીના ઉપયોગને મંજૂરી મળે એ માટે ફાર્મા કંપની દ્વારા અરજી કરવામાં આવી છે. હાલ ભારતમાં ઑક્સફર્ડ ઉપરાંત ફાઇઝર અને ભારત બાયોટેક એમ કુલ ત્રણ ફાર્મા કંપનીઓને રસીને મામલે સરકારની સમિતિ અભ્યાસ કરી રહી છે.

 રસી આપવાની શરૂઆતને પગલે ‘સામૂહિક રોગપ્રતિકારકતા’ કેળવાતાં આવતા વર્ષ ૨૦૨૧ના મધ્ય ભાગ સુધીમાં રોગચાળાની સ્થિતિમાં ઘણો ફેર પડે એવી શક્યતા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો દર્શાવે છે. થોડાં અઠવાડિયાંમાં શરીરમાં કોરોનાના વાઇરસના પ્રતિકારની પૂર્ણ ક્ષમતા કેળવાશે એની ખાતરી ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આપી છે.

coronavirus covid19 united kingdom london