એક વ્યક્તિ બીમાર પડતાં ઓક્સફોર્ડ વેક્સીન ટ્રાયલ રોકવામાં આવ્યું

09 September, 2020 11:00 AM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

એક વ્યક્તિ બીમાર પડતાં ઓક્સફોર્ડ વેક્સીન ટ્રાયલ રોકવામાં આવ્યું

પ્રતીકાત્મક તસવીર

એક તરફ સંપુર્ણ વિશ્વમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધી રહ્યો છે. ત્યારે જ લંડનથી એક ખરાબ સમાચાર આવ્યા છે. એસ્ટ્રાજેનેકા (AstraZeneca) અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનના ટ્રાયલને માનવ પરીક્ષણમાં એક વ્યક્તિ બીમાર પડ્યા બાદ રોકી દેવામાં આવ્યું છે. એસ્ટ્રાજેનેકાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, આ એક રૂટીન બ્રેક છે. કારણકે પરીક્ષણમાં સામેલ વ્યક્તિની બીમારી વિશે હજુ સુધી કઈ ખબર નથી પડી રહી અને તે વિશે કંઈ સમજાતું પણ નથી.

એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનનું નામ AZD1222 રાખવાનમાં આવ્યું હતું. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ દુનિયાના અન્ય વેક્સીનની ટ્રાયલની તુલનામાં આ વેક્સીનનું ટ્રાયલ સૌથી આગળ ચાલી રહ્યું હતું. નોંધનીય છે કે, ભારત સહિત અનેક દેશોની નજર ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન પર છે. હાલ દુનિયાભરમાં લગભગ એક ડઝન સ્થળે કોરોના વેક્સીનના ટ્રાયલ ચાલી રહ્યું છે પરંતુ એક્સપર્ટ્સનું માનીએ તો, ઓક્સફર્ડ યુનિવર્સિટીનું ટ્રાયલ સૌથી આગળ છે. અહીં ત્રીજા ચરણના ટ્રાયલ થઈ રહ્યું છે અને ખૂબ આશા છે કે બજારમાં સૌથી પહેલા આવનારી વેક્સીનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી જ હશે.

AFPના અહેવાલ મુજબ, સમગ્ર દુનિયામાં ચાલી રહેલા ટ્રાયલને હાલ રોકી દેવામાં આવ્યા છે અને હવે એક સ્વતંત્ર તપાસ બાદ જ તેને ફરીથી શરુ કરી શકાશે. વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલમાં હજારો લોકો સામેલ થયા છે અને તેમાં અનેકવાર અનેક વર્ષ લાગે છે. કોરોના વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલમાં લગભગ 30,000 લોકો સામેલ છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રવક્તાએ કહ્યું કે, મોટા ટ્રાયલમાં બીમાર પડવાની પૂરી આશંકા છે. પરંતુ તેને ધ્યાનપૂર્વક ચેક કરવા માટે તેની સ્વતંત્ર તપાસ ખૂબ જરૂરી છે. નોંધનીય છે કે, આ બીજી વાર થયું છે જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કોરોના વાયરસના વેક્સીન ટ્રાયલને રોકવામાં આવ્યું હોય.

coronavirus covid19 international news london