કોરોના પછી અમેરિકામાં નવી મુશ્કેલી, સલાડ ખાવાથી 600 બીમાર

28 July, 2020 12:42 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

કોરોના પછી અમેરિકામાં નવી મુશ્કેલી, સલાડ ખાવાથી 600 બીમાર

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ(Coronavirus)ને કારણે ખૂબ જ પ્રભાવિત થનારા દેશોમાં અમેરિકા(America) મોખરે છે પણ એક નવી બીમારીએ ત્યાં ટ્ર્મ્પ (Trump Government)સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. હકીકતે ત્યાં સાઇક્લોસ્પોરા સલાડ ખાવાને કારણે એવું સંક્રમણ ફેલાયું છે જેને કારણે 600 લોકો બીમાર થયા છે. આ બધાં લોકો એક ખાસ પ્રકારના વાયરસથી સંક્રમિત થયા છે.

અમેરિકન અધિકારીઓ પ્રમાણે આ સંક્રમણ ઇલિનોઇસ સ્થિત સલાડ મિક્સ બેચ સંબંધી પદાર્થો સાથે જોડાયેલું છે જેનું ઉત્પાદન ફ્રેશ એક્સપ્રેસ દ્વાર કરવામાં આવે છે. સલાડમાં ફ્રેશ એક્સપ્રેસ દ્વારા લાલ કોબી, હિમશેલ લેટસ, ગાજર અને અન્ય ઉત્પાદો સામેલ છે.

સંક્રમણના પહેલા કેટલાક મામલા મે અને પછી જુલાઇમાં જૉર્જિયા, અયોવા, ઇલિનોઇસ, કંસાસ, મિનેસોટા, મિસૌરી, નેબ્રાસ્કા, નૉર્થ ડકોટા, પેંસિલ્વેનિયા, દક્ષિણ ડકોટા અને વિસ્કૉન્સિન સહિત 11 રાજ્યોમાં નોંધવામાં આવ્યા હતા.

FDAએ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે સીડીસી અને રાજ્ય તેમજ સ્થાનિક ભાગીદારો સાથે એફડીએ સાઇક્લોસ્પોરા સંક્રમણનો લઈને બહુસ્તરીય તપાસ કરે છે જે શક્ય છે કે સલાડ ઉત્પાદો સાથે જોડાયેલું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફ્રેશ સલાડ એક્સપ્રેસ દ્વારા બનાવવામાં આવ્યું હચું જેમાં આઇસબર્ગ, લેટ્યૂસ, લાલ કોબી અને ગાજર સામેલ હતા. આ સલાડ ઘણાં ક્ષેત્રોમાં વેચવામાં આવ્યો હતો.

તપાસમાં ફ્રેશ એક્સપ્રેસ બ્રાન્ડેડ ઉત્પાદોની સાથે-સાથે એએલડીઆઇ, જૉઇન્ટ ઇગલ, હાઇ-વી, જ્વેલ-ઓસ્કો, શૉપરાઇટ અને વૉલમાર્ટમાં વેચનારી રિટેલ સ્ટોર બ્રાન્ડ માટે ફ્રેશ એક્સપ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદો પણ સામેલ છે. તપાસ કર્તા એ જોવા માગે છે કે અન્ય બ્રાન્ડ્સ પર પણ આની અસર પડી છે કે કેમ.

international news united states of america