ફ્રાન્સના મિરાજ ફાઇટર જેટએ 50 ઇસ્લામિક આતંકવાદીઓને કર્યા ઠાર

03 November, 2020 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફ્રાન્સના મિરાજ ફાઇટર જેટએ 50 ઇસ્લામિક આતંકવાદીઓને કર્યા ઠાર

ફ્રાન્સે કરી ઍરસ્ટ્રાઇક

ફ્રાન્સની વાયુસેનાએ આફ્રિકન દેશ માલીમાં સક્રિય અલકાયદાના આતંકવાદીઓ પર જોરદાર હુમલો કર્યો છે. ફ્રાન્સ વાયુસેનાના મિરાજ ફાઇટર જેટ અને ડ્રોન વિમાનોએ મધ્યમાલીમાં મિસાઇલો છોડી જેથી ઓછામાં ઓછા 50 ઇસ્લામિક આતંકવાદીઓ મૃત્યુ પામ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફ્રાન્સે આ હુમલો બુર્કીન ફાસો અને નાઇઝર સીમા પાસે શુક્રવારે કર્યો હતો.

ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લેએ માલીની સંક્રમણકાલીન સરકાર સાથે મુલાકાત બાદ કહ્યું કે 30 ઑક્ટોબરના માલીમાં ફ્રેન્ચ ઍરફૉર્સે એક આક્રમક કાર્યવાહી કરી જેમાં 50 જિહાદી માર્યા ગયા. આ દરમિયાન મોટી સંખ્યામાં હથિયાર કબજે કરવામાં આવ્યા. આવિસ્તારમાં માલીની સરકાર ઇસ્લામિક આતંકવાદીઓનો સામનો કરી રહી છે. ફ્રાન્સ રક્ષામંત્રીએ જણાવ્યું કે 30 મોટરસાઇકલ પણ હવાઇ હુમલામાં નષ્ટ થઈ ગઈ છે.

વિમાનોએ આતંકવાદીઓ પર છોડી મિસાઇલ
તેમણે જણાવ્યું કે આ હુમલે તે સમયે કરવામાં આવ્યો જ્યારે ડ્રોન દ્વારા ખબર પડી કે મોટી સંખ્યામાં મોટરસાઇકલ પર સવાર થઈને લોકો ત્રણેય દેશની સીમા પણ હાજર છે. આ જિહાદી ઝાડ નીચે છુપાઇ ગયા અને નિગરાનીથી બચવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ત્યાર બાદ ફ્રાન્સની વાયુસેનાઓ પોતાના બે મિરાજ ફાઇટર જેટ અને ડ્રોન વિમાન અહીં મોકલ્યા. આ વિમાનોએ આતંકવાદીઓ પર મિસાઇલ છોડી, જેથી તેમનો સફાયો થયો.

સેના પ્રવક્તા કર્નલ ફ્રેડરિક બાર્બીએ કહ્યું કે 4 આતંકવાદીઓ પકડી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી વિસ્ફોટકો અને સુસાઇડ જેકેટ પણ કબજે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ જિહાદીઓનો સમૂહ સેનાના એક અડ્ડા પર હુમલાની તૈયારીમાં હતો. બાર્બીએ કહ્યું કે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સાથે ગ્રેટર સહારા વિસ્તારમાં એક લડાઇ થઈ રહી હતી. જેમાં લગભગ 3 હજાર સૈનિકો સામેલ છે.

france international news