કુરાનને લઈ હવે સ્વીડન બાદ નૉર્વેમા તોફાનો ફાટી નીકળ્યાં, ટાયર સળગાવ્યાં

31 August, 2020 11:43 AM IST  |  Oslo | Agency

કુરાનને લઈ હવે સ્વીડન બાદ નૉર્વેમા તોફાનો ફાટી નીકળ્યાં, ટાયર સળગાવ્યાં

સ્વીડન બાદ નૉર્વેમાં તોફાનો ફાટી નીકળ્યાં

સ્વીડનમાં ઇસ્લામ વિરોધી હિંસક પ્રદર્શન બાદ તેની આગ હવે પાડોશી દેશ નૉર્વેમાં પણ ફેલાય ગઈ છે. નૉર્વેની રાજધાની ઓસ્લોમાં શનિવારે ઇસ્લામ વિરોધી અને ઇસ્લામ સમર્થકો વચ્ચે હિંસક દેખાવો થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધીઓએ મુસ્લિમોના પવિત્ર પુસ્તક કુરાનની નકલો ફાડી નાખી. આ દેખાવો નોર્વેના ધૂર દક્ષિણપંથી સંગઠન સ્ટાપ ઇસ્લમાઇઝેશન ઑફ નૉર્વે દ્વારા કરાયું હતું.

આ પ્રદર્શનકારી નૉર્વેની રાજધાની ઓસ્લોમાં સંસદભવનની બિલ્ડિંગની બહાર ભેગા થયા હતા અને ઇસ્લામિક વિચારધારા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રદર્શન લગભગ બે કલાક સુધી ચાલ્યું હતું. નૉર્વેના નેતા લારસ થોર્સેન એ ઇસ્લામ વિરોધ કેટલાંય નિવેદનો આપ્યાં. તેમણે પયગંબર વિશે એવી વાતો કહી હતી કે જે મુસ્લિમ સમુદાયને ઠેસ પહોંચાડી શકે છે. આ સમયગાળા દરમ્યાન સંસ્થાના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગીતો ગાયા હતા.

બીજી બાજુ સ્ટૉપ ઇસ્લમાઇઝેશન ઑફ નૉર્વેના વિરોધ પ્રદર્શનને જોતાં તેમના વિરોધીઓ પણ ત્યાં ભેગા થયા હતા, પરંતુ પોલીસે તેમને તાત્કાલિક કાર્યવાહી કરતા અટકાવી દીધા હતા. આથી બન્ને જૂથો એકબીજાથી ખૂબ દૂર રહ્યાં. દરમ્યાન સ્ટૉપ ઇસ્લમાઇઝેશન નૉર્વેના એક સભ્યએ કુરાન કાઢ્યું અને તેની નકલો ફાડી નાખી. બીજી તરફ ઇસ્લામ સમર્થકોએ આ જોયું અને વિરોધ પ્રદર્શન આક્રમક બની ગયું.

international news sweden norway oslo