ઓસામા બિન લાદેનની ભત્રીજી ડોનાલ્ડ ટ્રમ્પના સપોર્ટમાં

07 September, 2020 07:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓસામા બિન લાદેનની ભત્રીજી ડોનાલ્ડ ટ્રમ્પના સપોર્ટમાં

‘જો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી જશે તો 9/11 જેવો હુમલો ફરી થઈ શકે, અમેરિકાને ડાબેરી સરકારની કોઈ જરૂર નથી’

અલકાયદાનો લીડર અને વિશ્વનો સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનની ભત્રીજીએ કહ્યું છે કે જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી જશે તો 9/11 જેવો હુમલો ફરી થઈ શકે છે. ઓસામાની ભત્રીજીનું નામ નૂર બિન લાદેન છે અને તેણે ટ્રમ્પના સમર્થનમાં આ વાત કરી છે. નૂર બિન લાદેનનું કહેવું છે કે અમેરિકાની સુરક્ષા ફક્ત અને ફક્ત ડોનાલ્ડ ટ્રમ્પ જ કરી શકે છે, જે બિડેન નહીં.

નૂર લાદેને કહ્યું કે ટ્રમ્પ અગાઉ ઓબામાની સરકાર હતી. તે સમયે બરાક ઓબામા અને જો બિડન સાથે મળી સરકાર ચલાવી શકતા ન હતા. તે સમયે બન્ને મળી એક ડાબેરી સરકાર ચલાવી રહ્યા હતા. તેમના કાર્યકાળમાં જ ISISએ વિશ્વભરમાં વિસ્તાર થયો અને યુરોપ સુધી તે પહોંચી ગયું.

નૂર બિન લાદેને ઉમેર્યું કે, અમેરિકાને ડાબેરી સરકારની કોઈ જરૂર નથી. જો બિડેન પર નિશાન સાધતા નૂર લાદેને કહ્યું કે સરકાર આવશે તો જાતિય ભેદભાવ વધશે. તેઓ અમેરિકાની સુરક્ષા કરી શકે તેમ નથી. આ માટે ડોનાલ્ડ ટ્રમ્પ જ યોગ્ય વ્યક્તિ છે.

કાકાની બદનામીને લીધે નૂર બિન લાદેને તેનું નામ બદલીને નૂર બિન લાદિન કરી દીધુ છે. તેનું કહેવું છે કે ટ્રમ્પના શાસનમાં અમેરિકા સુરક્ષિત છે. કારણ કે ટ્રમ્પ સરકાર દેશને બહારના જોખમોથી બનાવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદના મૂળ પર હુમલો કર્યો છે. ટ્રમ્પે એટલા માટે પણ ચૂંટણી જીતવી જરૂરી છે કારણ કે તેમની સરકાર અમેરિકા ઉપરાંત પશ્ચિમી સભ્યતાને બચાવવા માટે જરૂરી છે.

international news donald trump osama bin laden