અમેરિકાના વર્જિનિયામાં વોલમાર્ટ સ્ટોરમાં ખુલ્લેઆમ ફાયરિંગ, ૬ લોકોના જીવ હોમાયા

23 November, 2022 06:12 PM IST  |  Chesapeake | Gujarati Mid-day Online Correspondent

પોલીસ વિભાગે સ્થાનિક લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવા જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં, વર્જિનિયાના ચેસાપીક (Chesapeake Firing)માં વોલમાર્ટ સ્ટોર (Walmart Store)માં ગોળીબારમાં ૬ લોકોનાં મોતના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ગોળીબારની જાણ થતાં, ચેસાપીક પોલીસે વોલમાર્ટમાં કથિત સક્રિય શૂટરને પકડવાના પ્રયાસો કર્યા અને તેના પર ગોળીબાર કર્યો હતો.

ઘટના બાદ ચેસાપીક પોલીસ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “આ ઘટનામાં ૬ લોકોનાં મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ બિલ્ડિંગની તપાસ કરી રહી છે.” ગોળીબાર કરનાર માર્યો ગયો હતો, પરંતુ લોકોને બિલ્ડિંગથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે રાત્રે 10:12 વાગ્યે ફાયરિંગની માહિતી આપતો કોલ આવ્યો હતો.

પોલીસ દળ તહેનાત

વોલમાર્ટ સ્ટોરની બહાર ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યો હતો. આ સાથે 40થી વધુ ઈમરજન્સી વાહનોને પણ ઈમારતની બહાર તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી હતી. પોલીસ વિભાગે સ્થાનિક લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવા જણાવ્યું હતું.

અમેરિકામાં સામૂહિક ગોળીબારનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકાના એક અથવા બીજા શહેરમાંથી દરરોજ સામૂહિક ગોળીબારના સમાચાર આવે છે. માત્ર બે દિવસ પહેલાં, કોલોરાડો સ્પ્રિંગ્સમાં એક ગે નાઈટક્લબની અંદર ગોળીબાર થયો હતો, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને 18 ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: Meta CEO: માર્ક ઝકરબર્ગ પણ છોડવાના છે કંપની, રાજીનામાના રિપૉર્ટ પર આપ્યું નિવેદન

international news united states of america