વ્હાઈટ હાઉસમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ, ટ્રમ્પને પણ છે ખતરો!

09 May, 2020 10:56 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

વ્હાઈટ હાઉસમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ, ટ્રમ્પને પણ છે ખતરો!

ફાઈલ તસવીર

અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસમાં કોરોના વાયરસ (COVID-19)નો વધુ એક કેસ પોઝિટિવ આવતા પ્રશાસન સતર્ક થઈ ગયું છે. ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સના પ્રેસ સેક્રેટરી કૈટી મિલરનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પર્સનલ વેલેનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પે કોરોનાની તપાસ પણ કરાવી હતી.

વ્હાઈટ હાઉસમાં કોરોનાનો મમલો સામે આવ્યા બાદ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને અન્ય લોકોને બચાવવાના પ્રયાસો ઝડપી કરી દેવામાં આવ્યા છે. કારણકે બે કેસ પોઝિટિવ આવતા સંક્રમણ બધે જ ફેલાવવાની શક્યતા વર્તાવાઈ રહી છે. એટલે કહી શકાય કે, ટ્રમ્પ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. વ્હાઈટ હાઉસમાં બધા હવે સોશ્યલ ડિસટન્સિંગની સાથે સાથે દરરોજ ટેમ્પરેચર ચેક, ઓફિસ અને અન્ય સ્થઅનોનું ડીપ ક્લિનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના દરરોજ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યાં છે. તેમજ વિશેષ તકેદારીઓ પણ રાખવામાં આવી રહી છે.

શુક્રવારે અમેરિકી નૌસેનાના એક સભ્યને કોરોના પોઝિટિવ આવ્યો હતો. પર્સનલ વૈલે અમેરિકાની સેનાના સભ્ય હોય છે, જેને માત્ર વ્હાઇટ હાઉસમાં તૈનાત કરવામાં આવે છે. તે હંમેશા રાષ્ટ્રપતિ અને તેમના પરિવારની નજીક રહે છે અને તેમનું ધ્યાન રાખે છે. તેઓને વિશેષ તાલીમ આપવામાં આવી હોય છે. જેથી મુશ્કેલીના સમયમાં તેઓ રાષ્ટ્રપતિની સુરક્ષા કરી શકે. નૌસૈનિકના કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વ્હાઈટ હાઉસની સુરક્ષાની ચિંતા વધી છે.

મળતી માહિતિ પ્રમાણે, પોતાના નજીકના સહયોગીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાષ્ટ્રપતિ ડોબનાલ્ડ ટ્રમ્પ બહુ નારાજ થયા હતા તેમજ ટ્રમ્પનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ રીપોર્ટ નેગેટિવ આવતા રાહતનો શ્વાસ લીધો હતો. પણ હવે બે કેસ આવતા ચિંતાના ચક્રો વધુ ગતિમાન બન્યા છે.

coronavirus covid19 united states of america donald trump white house international news