મહિલાઓ ઉપર થતી હિંસા રોકવા આ યુવાઓએ જાગૃતિ ફેલાવી

25 November, 2020 09:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહિલાઓ ઉપર થતી હિંસા રોકવા આ યુવાઓએ જાગૃતિ ફેલાવી

વીડિયોમાંથી લીધેલો ગ્રેબ

યુનાઈટેડ નેશન્સ દ્વારા 25 નવેમ્બર, 2020ને ઈન્ટરનેશનલ ડે ફૉર ધ એલિમિનેશન ઓફ વાયોલન્સ અગેન્સ્ટ વુમન ડે તરીકે ગણાવ્યો છે. આ નિમિત્તે ત્રણ દેશના 26 યુવાઓએ એક મ્યુઝીક વીડિયો બનાવીને સમાજમાં મહિલાઓ ઉપર થતી હિંસાને રોકવા માટે પગલા લેવા માટે જાગૃતિ ફેલાવવાનો મેસેજ આપ્યો હતો.

આ વીડિયોમાં 26 યુવાઓ હતા, તે અમેરિકા, નેપાળ અને ભારતથી હતા. આ ગ્રુપમાં સૌથી નાની 14 વર્ષની અનિશા ભાટિયા હતી. મહામારી દરમિયાન મહિલાઓ ઉપર કઈ રીતે ઘરેલુ અત્યાચાર થતો હતો તેના ઉપર તેણે પ્રકાશ નાખ્યો હતો અને આ મુદ્દાને ગંભીરતાથી લઈને સમાજે જાગૃત થવુ જોઈએ તે સમજાવ્યુ હતું.

વીડિયોની ડાયરેક્ટર અનિશા ભાટીયા હતી, જ્યારે સિંગર અને કંપોઝર પ્રવાકર ભટ્ટાચાર્ય હતા. અન્ય સિંગરમાં તિયારા સેન ચક્રવર્તી અને મહિમા દૈયાનો સમાવેશ હતો. એડિટિંગ અને પ્રોડક્શન હર્ષિત અગ્રવાલનું હતું. આ બાબતે અનિશાએ કહ્યું કે, અમારો હેતુ એક એવુ વિશ્વ બનાવવાનુ છે જેમાં મહિલાઓ સલામત રહે. મહિલાઓના માનવીય હક્ક છીનવાઈ રહ્યા હોવાથી અમે આ પાવરફૂલ વીડિયો બનાવીને જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

international news