સૌથી પહેલાં ૧૯૧૭માં થયો હતો OMGનો ઉપયોગ

09 August, 2012 06:56 AM IST  | 

સૌથી પહેલાં ૧૯૧૭માં થયો હતો OMGનો ઉપયોગ

 

૧૯૧૭માં બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલને લખાયેલા એક પત્રમાં OMGનો ઉપયોગ થયો હતો. બ્રિટિશ ઍડ્મિરલ જૉન અર્બોથનોટ ફિશરે ચર્ચિલને લખેલા પત્રમાં ઓહ માય ગૉડને બદલે OMG લખ્યું હતું. એ વખતે જોકે ચર્ચિલ બ્રિટનના વડા પ્રધાન બન્યા નહોતા. પ્રથમ વિશ્વયુદ્ધના સંદર્ભમાં તેમણે ઓએમજીનો પ્રયોગ કર્યો હતો. હજી ગયા વર્ષે જ ઑક્સફર્ડ ડિક્શનરીમાં ઓએમજીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.